Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Babar Azam શરમજનક ક્લબમાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો, હવે નંબર વન બનવાથી ફક્ત બે ડક દૂર છે

    November 19, 2025

    Jadeja ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૦ વિકેટ પૂર્ણ કરવાથી માત્ર ચાર પગલાં દૂર છે

    November 19, 2025

    Mushfiqur Rahim ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Babar Azam શરમજનક ક્લબમાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો, હવે નંબર વન બનવાથી ફક્ત બે ડક દૂર છે
    • Jadeja ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૦ વિકેટ પૂર્ણ કરવાથી માત્ર ચાર પગલાં દૂર છે
    • Mushfiqur Rahim ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો
    • પાકિસ્તાની ટીમ એશિયામાં કયા સ્થાને છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી,Zimbabwe Captain
    • તંત્રી લેખ…આતંકવાદ સામેની લડાઈ વધુ મુશ્કેલ બની ગઈ છે, જે એક મોટા ખતરાની નિશાની છે.
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!
    • India ફરી હુમલો કરશે : પાક. રક્ષામંત્રી ફફડયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટી, માનવ વધનો ગુનો દાખલ
    સુરત

    Suratમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટી, માનવ વધનો ગુનો દાખલ

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પૂરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બે બાઈક ચાલકના મોત થયા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બે સગા ભાઇ બહેનોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ માનવ વધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉં. 48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પૂણા ગામ)ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી.

    આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં ડોક્ટરે વારાફરથી બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેનું પણ આજે સોમવારે સવારે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

    આ દરમિયાન કાર ચાલક અર્જુન વિરાણી (ઉં. 34, રહેઠાણઃ મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોંપી દીધો હતો. આ કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    નોંધનીય છે કે, આ અકસ્માતના મૃતક રાજેશભાઇ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા. તે  બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા જતા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજેશને એક ભાઈ અને એક બહેન છે. તે ડાયમંડ નગરમાં જોબવર્કનું કામ કરતા હતા. આ ઉપરાંત મૃતક મહેશભાઈ મૂળ ભાવનગરના બગદાણાના વતની હતા અને રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગરમાં બાઈક પર ઘરે જતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્ક કરતા હતા.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ની ગ્લેમરસ ઈન્ફ્લુએન્ઝર હની પટેલ આપમાં જોડાઈ, બિયરનો ગ્લાસનો વીડિયો વાયરલ થતા જ વિવાદ થયો

    November 17, 2025
    સુરત

    આદિવાસીઓના દેવમોગરા માતાના દર્શન કરતા મોદી : Dediapada માં જબરો રોડ-શો

    November 15, 2025
    સુરત

    Modi in Surat : આદિવાસી ક્ષેત્રમાં વિકાસકામોનું લોકાર્પણ

    November 15, 2025
    સુરત

    Surat ની સુરભી ડેરીમાંથી ૯૫૫ કિલો નકલી પનીર ઝડપાયું, છેક ત્રીજા દિવસે આઉટલેટ સીલ કરાયું

    November 14, 2025
    સુરત

    Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

    November 14, 2025
    સુરત

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Babar Azam શરમજનક ક્લબમાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો, હવે નંબર વન બનવાથી ફક્ત બે ડક દૂર છે

    November 19, 2025

    Jadeja ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૦ વિકેટ પૂર્ણ કરવાથી માત્ર ચાર પગલાં દૂર છે

    November 19, 2025

    Mushfiqur Rahim ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો

    November 19, 2025

    પાકિસ્તાની ટીમ એશિયામાં કયા સ્થાને છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી,Zimbabwe Captain

    November 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદ સામેની લડાઈ વધુ મુશ્કેલ બની ગઈ છે, જે એક મોટા ખતરાની નિશાની છે.

    November 19, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Babar Azam શરમજનક ક્લબમાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો, હવે નંબર વન બનવાથી ફક્ત બે ડક દૂર છે

    November 19, 2025

    Jadeja ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૦ વિકેટ પૂર્ણ કરવાથી માત્ર ચાર પગલાં દૂર છે

    November 19, 2025

    Mushfiqur Rahim ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.