Vadodaraતા.13
વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે આવેલી એલએન્ડટી નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર બોટલો રેલાઈ હતી.
કારમાં બે લોકો સવાર હતા જેમાં એક વ્યકિત ત્યાંથી નાશી છૂટ્યો હતો જ્યારે એક ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો. ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા.
પરંતુ, કેટલાક લોકોએ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે દારૂની બોટલોની ઉઠાંતરી કરી ભાગતા જોવા મળ્યા હતા. આ બનાવમાં કપુરાઇ પોલીસે અલગ અલગ ત્રણ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.