Rajkot: કારના ચાલકે યુવકને પાઇપ ઝીંકયો

Share:
અગાઉ ઘર સામે જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યો
Rajkot,
શહેરમાં જૂની અદાવતનો ખાર રાખી પોતાનું વાહન મોરેમોરો આવવા દઈ યુવક સાથે બોલાચાલી કરી કરણ ડાંગર નામના શખ્સે માથામાં લોખંડનો પાઇપ ઝીંકી યુવકનું માથું ફોડી નાખ્યાનો બનાવ બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે.
શહેરના સમજુ પાર્કમાં રહેતા આશિષભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ-૩૭)એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વેલનાથપરાના કરણ ડાંગરનું નામ આપતાં જણાવ્યું હતું કે, . મારા મધુબન પાર્કમાં આવેલ મકાનની બાજુમાં કરણ લાભુભાઈ ડાંગરના કેટરર્સનું ગોડાઉન આવેલું છે. આઠ માસ પૂર્વે કરણ ડાંગર તેના ગોડાઉન પાસે ઉભો રહી મારા મકાન સામે સતત જોતો હોય તે બાબતે બોલાચાલી થયેલ હતી. બાદમાં ગત તા. ૨૮/૦૨/૨૦૨૫ ના રોજ મારા સંતાનોને શાળા ખાતે મૂકી પરત આવતા પરમહંસ સ્કૂલ નજીક પહોંચતા કરણ ડાંગર બલેનો કાર લઈને ધસી આવ્યો હતો અને મારા વાહન તરફ આવવા દેતા મેં જોઈને ગાડી ચલાવ કહેતા કારમાંથી લોખંડનો પાઇપ કાઢી મારા માથાના ભાગે તથા ડાબા પગના ઘુંટણના ભાગે મારેલ હતો.મામલામાં બી ડિવિઝન પોલીસે કરણ લાભુભાઈ ડાંગર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઘટનાની તપાસ પીએસઆઈ વી એન કલોત્રા ચલાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *