Canada, તા.4
ભારતીય સહિતના વિદેશી ઇમીગ્રાન્ટ માટે વિઝા સહિતના નિયમો કડક બનાવી રહેલા કેનેડાએ હવે આ દેશમાં રહેતા ભારતીય સહિતના માટે જે માતા-પિતા, દાદા-દાદીની પરમેનેન્ટ રેસીડેન્સી સ્પોન્સરશીપને બ્રેક મારી દીધી છે.
જેથી કરી હાલ આ પ્રકારની નવી અરજીઓ સ્વીકારશે નહીં. આ દેશમાં રહેતા ભારતીયો તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને કાયમી રીતે કેનેડામાં વસવાટ માટે બોલાવી શકે તે માટે પરમેનેન્ટ રેસીડેન્સી આવતું હતું અને તેના સંતાનો તેને સ્પોન્સર કરતા હતા પરંતુ કેનેડાની સરકારે જાહેર કર્યું છે કે, બેગલોક એટલે કે ભૂતકાળની જે અરજીઓ હજુ પેન્ડીંગ છે તેના પર નિર્ણય લેવાશે.
પેરેન્ટ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ પ્રોગ્રામ હેઠળ 20500 અરજીઓ સ્વીકારવાના ટાર્ગેટ સાથે 2024માં 35700 લોકોએ અરજી કરી હતી અને અગાઉની 40000 જેટલી અરજીઓ પેન્ડીંગ હતી.
તેથી સરકારે હાલ આ પ્રોગ્રામને બ્રેક મારી દીધી છે અને એક વખત જુનો બેકલોગ ક્લીયર થયા બાદ નવી અરજીઓ સ્વીકારવામાં આવશે. જો કે જેઓએ અગાઉ જ અરજી કરી દીધી છે તેઓને હાલ કેનેડા જવા માટે તક મળશે તે નિશ્ચિત છે.