કેનેડાના સાંસદ ચંદ્ર આર્યે સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરીને પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે
Canada તા.૧૧
કેનેડામાં જસ્ટિન ટ્્રુડોના વડાપ્રધાન પદ પરથી રાજીનામા પછી લિબરલ પાર્ટીના હિન્દુ નેતા ચંદ્ર આર્ય પણ નવા વડાપ્રધાનની સ્પર્ધામાં સામેલ થઈ ગયા છે. ચંદ્ર આર્ય ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. જસ્ટિન ટ્્રુડોના રાજીનામા પછીથી લિબરલ પાર્ટીમાં નવા નેતાની પસંદગીનું કામ શરુ થઈ ગયું છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યે સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરીને પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. ચંદ્ર આર્ય પહેલા જસ્ટિન ટ્્રુડોના નજીકના વિશ્વાસુ હતા, પરંતુ ખાલિસ્તાની આંતકવાદ અને ઉગ્રવાદને લઈને ટ્્રુડોના વલણ પછી આર્ય તેમના વિરોધી બની ગયા છે.હકીકતમાં, છઠ્ઠી જાન્યુઆરીએ વડાપ્રધાન જસ્ટિન ટ્્રુડોએ પાર્ટી નેતાઓની તરફથી સતત વધી રહેલા દબાણ પછી પાર્ટીના નેતા અને પીએમ પદ પરથી રાજીનામા આપી દીધા હતા. એ સપ્ટેમ્બર ૨૦૨૧માં ત્રીજી વાર પીએમ બન્યા હતા. તેમની સરકારનો કાર્યકાળ ઓક્ટોબર ૨૦૨૫ સુધીનો હતો. આ દરમિયાન, લિબરલ પાર્ટીના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યે વડાપ્રધાન પદની દાવેદારીની જાહેરાત કરીને કહ્યું કે, હું કેનેડાનો આગામી વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યો છું, જેથી અમારા દેશનું પુનનિર્માણ અને ભાવી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક નાની, વધુ કુશળ સરકારનું નેતૃત્વ કરી શકું.કેનેડાના સત્તાપક્ષ લિબરલ પાર્ટી ઓફ કેનેડાના પ્રમુખ સચિત મેહરાએ કહ્યું કે, એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્રવ્યાપી પ્રક્રિયા પછી, લિબરલ પાર્ટી ૯મી માર્ચે એક નવાની નેતાની પસંદગી કરશે અને ૨૦૨૫ની ચૂંટણી લડવા તથા જીતવા માટે તૈયાર રહેશે. આમ, કેનેડાના નવા વડાપ્રધાન કોણ હશે તેની જાહેરાત પાર્ટીની આંતરિક પ્રક્રિયા સંપન્ન થયા પછી ૯મી માર્ચે કરાશે. આ સાથે તેમણે કહ્યું કે, ભલે ટ્્રુડોએ લિબરલ પાર્ટીના નેતા અને પીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ છે, તેમ છતાં જ્યા સુધી પાર્ટીના નવા નેતાની પસંદગી થાય નહીં, ત્યાં સુધી ટ્્રુડો વડાપ્રધાન તરીકે યથાવત્ રહેશે. નવા વડાપ્રધાન તરીકે લિબરલટ્ઠ પાર્ટીમાં સૌથી આગળ પૂર્વ કેન્દ્રીય બેંકર માર્ક કાર્ની અને પૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ળીલેન્ડ છે.