BZ Group scam માં તપાસનો રેલો નેતાઓ અને અધિકારીઓ સુધી

Share:

Ahmedabad,તા.૨

બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે સીઆઇડીની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. તપાસનો રેલો નેતાઓ, અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, કૌંભાડના રૂપિયામાંથી મોંઘાદાટ મોબાઈલ ફોન, રાજકીય નેતા અને અધિકારીઓને ગીફ્ટ સ્વરૂપે આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખૂલતા તપાસનો ધમધમાટ શરુ થયો છે. સીઆઇડી દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શો-રૂમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શો- રુમના સંચાલક પાસે કિંમતી મોબાઈલ ફોનની વિગતો મંગાઈ છે.

હિંમતનગરના એક શો – રુમમાંથી ૩૦ ફોન બીલથી ખરીદ્યાની વિગતો સામે આવી છે. જેમાં આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદ્યાનો પણ ખુલાસો થયો છે. મોડાસામાંથી મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બીલ વિના જ ખરીદ્યાની શંકા કરવામાં આવી રહી છે.

બીઝેડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યાં તેના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે રિમાન્ડ દરમિયાન અનેક મસમોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. એટલું જ નહીં ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની પણ ધરપકડ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *