Mumbai,તા.25
સમગ્ર દેશમાં જયારે ચેમ્પીયન ટ્રોફીમાં પાકિસ્તાન પર ભારતના વિજયનો ઉન્માદ છવાયેલો છે તે સમયે મેચ સમયે પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનાર અને ભારત વિરોધી પણ નારા લગાવનાર એક સમુદાયના બે વ્યક્તિઓ સામે પોલીસ કેસ નોંધાયા બાદ હવે માલેગાંવ મ્યુનીસીપલ કાઉન્સીલ તંત્રએ આ પ્રકારે પાક તરફી સૂત્રોચ્ચાર કરનાર ભંગારના વેપારીની દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું.
ભારત-પાક મેચનો ઉન્માદ છવાયો હતો અને ટીમ ઈન્ડીયા પાકના સ્કોરનો પીછો કરી રહી હતી તે સમયે ભારતીય કેપ્ટન રોહીત શર્માની વિકેટ પડતા જ મેચ જોઈ રહેલા એક સમુદાયના લોકો ઉત્સાહમાં આવી ગયા અને પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવવાનુ અને ભારત હારેગા તેવા પણ સૂત્રો પોકારવા લાગતા જ તનાવ છવાઈ ગયો હતો.
આ અંગે વાતાવરણમાં તનાવ સર્જાયો હતો તો તંત્રએ તુર્તજ એકશનમાં આવી આ નારા જયાં લાગ્યા હતા તે એરીયામાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. બાદમાં નારા લગાવનારની શોધ કરી તેની દુકાન પર બુલડોઝર ચલાવી દેવાયુ હતુ. આ દુકાન અગાઉથીજ ગેરકાનુની હતી. ભંગારના વેપારીએ આસપાસની જમીન પર કબ્જો કર્યો હોવાનો દાવો થયો છે.
સૂત્રો પોકારનારને પણ સ્થાનિક લોકોએ ઝુકાવીને તુર્તજ પોલીસને સોપી દીધા હતા. આ અંગે ભાજપના ધારાસભ્ય નિલેશ રાણેએ એકસ પર પોષ્ટ મુકીને પોલીસ તથા વહીવટીતંત્રનો આભાર માનવામાં રાણે આ મતક્ષેત્રમાંથી ચુંટાયા છે.
આ શોપ ઓનર બાંગ્લાદેશી હોવાનું અને તે વર્ષો પુર્વે આ ક્ષેત્રમાં સ્થાયી થયો હોવાનું માનવામાં આવે છે. હવે તેને કુટુંબ સહિત ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે.