New Delhi,તા.૧
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૫ માં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. જાણો, બજેટ ૨૦૨૫માં શું થયું સસ્તું અને શું મોંઘુઃ
શું સસ્તું થશે?
મોબાઇલ ફોનઃ સરકારે મોબાઈલ ફોનની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે.
ચામડાના ઉત્પાદનો : ચામડા અને ચામડાની બનાવટો પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
બેટરી કારઃ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જેના કારણે બેટરી કાર સસ્તી થઈ શકે છે.
તબીબી સાધનોઃ જીવનરક્ષક તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ છે, જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે.
જીવન રક્ષક દવાઓઃ બજેટમાં જીવનરક્ષક દવાઓ પર રાહત આપવામાં આવી છે, જેના કારણે તે સસ્તી થઈ શકે છે.
કેન્સર સંબંધિત દવાઓ : સરકારે કેન્સર સંબંધિત દવાઓ પર પણ છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી દર્દીઓને રાહત મળશે.
ભારતમાં બનેલા કપડાંઃ ભારતીય ઉત્પાદિત કપડાં પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે, જેનાથી ઘરેલુ કાપડ ઉદ્યોગને વેગ મળશે અને કપડાં સસ્તા થશે.આ ઉપરાંત ઔષધી અને દવાઓ સસ્તી,અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે, સમુદ્રિ ઉત્પાદનો સસ્તા ફ્રોઝન ફિશ પેસ્ટ
શું મોંઘુ થયું?
લક્ઝરી કાર, ઈલેક્ટ્રોનિક્સ,કપડાં,ફર્નિચર,મોંઘા રમકડાં,યાટ્સ અને લક્ઝરી બોટ,ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે ફેબરિક