New Delhi, તા.29
કેન્દ્રીય બજેટનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને ખાસ કરીને જે રીતે સોશ્યલ મીડિયામાં કેન્દ્રીય બજેટ અંગે લોકો પોતાની આશાને દર્શાવી રહ્યા છે. તેનો પડઘો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પડ્યો છે.
મોદી સોશ્યલ મીડિયાને અત્યંત ગંભીરતાથી લે છે કારણ કે તેમાં લોકો પોતાના નિખાલસ અભિપ્રાય રજુ કરે છે અને સરકારને પણ કહેવામાં કોઇ પાછીપાની કરતાં નથી. આ વચ્ચે જે રીતે બજેટમાં મીડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગ માટે સરકારે ગંભીર થવું પડશે તેવું જે મંતવ્ય અનેક પોસ્ટમાં દર્શાવાઇ રહ્યું છે.
મીડલ ક્લાસ એ ભાજપનો સૌથી મોટો ટેકેદાર વર્ગ છે તે જોતા મોદીએ કેન્દ્રીય બજેટમાં મીડલ ક્લાસને મહત્વ આપવા માટે સુચના આપી હોય તેવા સંકેત છે. ખાસ કરીને વડાપ્રધાને તેના મંત્રીઓને લોકો સાથે સીધો સંવાદ માટે પણ જણાવ્યું છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપને જે રીતે તેના ફક્ત વિકાસની ચિંતા કરવાના બદલે રેવડીઓ બાટવી પડી પડે છે.
તે વાસ્તવમાં વડાપ્રધાનના સિધ્ધાંત વિરુધ્ધ છે પરંતુ ચૂંટણી જીતવા માટે પક્ષ એ આ કરવું જરુરી બન્યું છે અને તે વચ્ચે મધ્યમ વર્ગ જે આ પ્રકારની રેવડીઓમાં ભાગ્યે જ લાભાર્થી છે તેને કંઇ રીતે સંતોષ આપવો તે વડાપ્રધાનની ચિંતા બની ગઇ છે.