Jetpur.તા.18
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એકલવાયુ જીવનથી કંટાળી પ્રૌઢાએ ઘઉં માં નાખવાનો પાવડર પી જઈ જિંદગી ટૂંકાવીલીધાનો બનાવો જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા દેવુબેન માંણંદભાઈ જાદવ નામની ૫૩ વર્ષીય મહિલાએ વહેલી સવારે પોતાની ઘેરે ઘઉં માં નાખવાનો પાવડર પી લેતા તેમને સારવાર અર્થે સૌ પ્રથમ જેતપુર હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવારઅર્થે ગોંડલ હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં દેવુબેનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ જેતપુર તાલુકા પોલીસને કરતા, હેટ કોન્સ્ટેબલ રેવાભાઇ જાગાણી સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી, દેવુબેન ના મૃતદેહને પીએમ અર્થે ખસેડેલ હતો.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક દેવુબેન છેલ્લા ૩૦ વર્ષોથી એકલ વાયુ જીવન જીવતા હતા , જેથી તેઓ કંટાળીને ઘઉં માં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો.