Rajkot,તા.25
શહેરના નાના મવા વિસ્તારમાં આવેલા ભીમ નગર શેરી નંબર ૩માં રાજકોટ તાલુકા પોલીસની ટીમે વિદેશી દારૂનો દરોડો પાડી, શરાબની ૨૬ બોટલ સાથે બુટલેગરોને ઝડપી લીધો છે. જ્યારે સપ્લાયરનું નામ ખુલતા તેની શોધ ખોળ હાથ ધરી છે.પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભીમનગર શેરી નંબર ૩માં આવેલા અઘેરા દેવજીભાઈ લખેલ મકાનની ડેલી પાસે , પરેશ વાઘેલા નામનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો છે. જેથી રાજકોટ તાલુકા પોલીસની ટીમ તુર્તજ ભીમ નગરમાં પહોંચી પરેશ મગનલાલ વાઘેલા નામના બુટલેગરને વિદેશી દારૂની ૨૬ બોટલ સાથે ઝડપી લીધો છે. પરેશની દારૂ અંગે પોલીસે પૂછપરછ કરતા તેને ભીમ નગરમાં રહેતો સુનિલ બાબુભાઈ વઘેરા નામના શખ્સ વિદેશી દારૂ આપી ગયો હોવાની કબુલાત આપી હતી. પોલીસે સુનિલ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી, તેની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી પ્રો.પી એસ આઈ એમ એચ મહારાજ અને કોન્સ્ટેબલ નિકુંજભાઈ મારવિયાસહિતના સ્ટાફે કરી હતી.