ન્યુયોર્કથી દિલ્હીની ફલાઈટમાં Bombની ધમકી

Share:

New Delhi,તા.24
અમેરિકાના ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઈટમાં બોંબની ધમકી મળતા યુદ્ધ વિમાનનું રક્ષણ આપીને રોક તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. રોમમાં સફળ ઉતરાણ બાદ વિમાનની ચકાસણીમાં કાંઈ વાંધાજનક મળ્યુ ન હતું.

અમેરિકન એરલાઈન્સે જાહેર કર્યું હતું કે, ન્યુયોર્કથી દિલ્હી જતા વિમાનમાં 199 લોકોને આ બોંબની ધમકી બાદ રોબમના સલિયોનાર્ડો વિન્સી એરપોર્ટ પર ઉતરાણ કરાવાયું હતું. વિમાનને ડાયવર્ટ કરાતા ઈટાલીના યુદ્ધ વિમાનોએ રક્ષણ પુરૂ પાડયુ હતું.

સૂત્રોનું કહેવું છે કે, ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો, ત્યારબાદ ફ્લાઇટને રોમના ફિયુમિસિનો એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય કરાયો હતો.

ફ્લાઇટને ડાયવર્ટ કરીને રોમમાં લેન્ડ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી અને હવે ક્લિયરન્સ પછી ફ્લાઇટને દિલ્હી તરફ મોકલવામાં આવશે.

બોઇંગ 777-300ER r વિમાને આજે જોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ એક નોન-સ્ટોપ ટ્રાન્સકોન્ટિનેન્ટલ ફ્લાઇટ હતી.

જોકે, ઉડાન ભર્યા બાદ, ક્રૂ મેમ્બર્સને વિમાનમાં સંભવિત વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સલામતી પ્રોટોકોલ મુજબ ફ્લાઇટને તાત્કાલિક ઇટાલી તરફ વાળવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *