Morbi,તા.07
ઘૂટું ગામ નજીક આવેલ ફેકટરીમાં કામ કરતા ૫૦ વર્ષીય આધેડનો મૃતદેહ રોડ સાઈડમાં આવે મોટા ખાડામાંથી મળી આવતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ જુના ઘૂટું રોડ પર રોયલ ટચ સિરામિક લેબર કોલોનીમાં રહેતા લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી (ઉ.વ.૫૦) નામના આધેડ ગત તા. ૦૩ એપ્રિલના રોજ બપોરે કોઈને કહ્યા વિના રૂમેથી જતા રહ્યા હતા અને તા. ૦૬ ના રોજ એન્ટીક સિરામિક કેનાલથી ઘૂટું ગામ તરફ જતા સિમેન્ટ રોડ પર સાઈડમાં મોટા ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે