Morbi,તા.23
શહેરના મચ્છુ ૩ ડેમમાંથી ૪૫ વર્ષના વેપારી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઘૂટું ગામના રહેવાસી હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા (ઉ.વ.૪૫) નામના આધેડ બે દિવસથી ગુમ થયા હતા ઘરે કોઈને કહ્યા વિના જતા રહ્યા હતા જે આધેડનો આજે આરટીઓ કચેરી નજીક મચ્છુ ૩ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે મૃતક મંડપ સર્વિસના ધંધાર્થી હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહ કોહવાયેલ હાલતમાં હોવાથી મોરબી સિવિલ બાદ રાજકોટ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાસ્થળેથી મૃતકનું બાઈક પણ મળી આવ્યું છે મૃતકે આપઘાત કર્યો છે કે અકસ્માતનો બનાવ છે તે હાલ સ્પષ્ટ નથી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાની ટીમ વધુ તપાસ ચલાવી છે