બ્લુ સ્ટાર લિમિટેડે રેફ્રિજરેશનની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરેલી 2025ના ઉનાળા માટેની કોમર્શિયલ રેફ્રિજરેશન પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. વૃદ્ધિ પર મજબૂત ધ્યાન સાથે કંપની દેશમાં વધતી તકોનો લાભ લેવા અને તેના કોમર્શિયલ રેફ્રિજરેશન બિઝનેસને વિસ્તારવાની યોજના ધરાવે છે.
કોમર્શિયલ રેફ્રિજરેશન સોલ્યુશન્સની વ્યાપક રેન્જ
80 કરતા વધુ વર્ષોના સમૃદ્ધ વારસા અને એક્સપર્ટ ડોમેન નોલેજ સાથે બ્લુ સ્ટારે કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનો વ્યાપક પોર્ટફોલિયો વિકસાવ્યો છે જે હોર્ટિકલ્ચર, ફ્લોરીકલ્ચર, કેળા પકવવા, ડેરી, આઇસક્રીમ, પોલ્ટ્રી, પ્રોસેસ્ડ ફૂડ્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરાં, HoReCa, સેરીકલ્ચર, મરિન, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સહિતના બધા જ પ્રકારના સેગમેન્ટ્સમાં સેવાઓ પૂરી પાડે છે. આ પોર્ટફોલિયોમાં ડીપ ફ્રિઝર્સ, સ્ટોરેજ વોટર કૂલર્સ, બોટલ્ડ વોટર ડિસ્પેન્સર્સ, વિસી કૂલર્સ/ફ્રિઝર્સ, કોલ્ડ રૂમ્સ અને અન્ય રેન્જની રેફ્રિજરેશન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે જે વિવિધ ઉદ્યોગોમાં સંપૂર્ણ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
ડીપ ફ્રિઝર્સ
બ્લુ સ્ટારની ડીપ ફ્રિઝર રેન્જ માઇનસ 260Cનું મહત્તમ કૂલિંગ પર્ફોર્મન્સ આપે છે જે સંપૂર્ણ ટ્રોપિક્લાઇઝ્ડ, ઊર્જા-સક્ષમ અને કન્વર્ટિબલ કૂલિંગ મૉડ્સ ધરાવે છે જે કૂલર અને ફ્રિઝર સ્વિચ કરે છે. વિવિધ કલર વેરિઅન્ટ્સમાં અને ડિજિટલ ટેમ્પરેચર કંટ્રોલર સાથે ઉપલબ્ધ આ ફ્રિઝર્સ 60 લિટરથી 600 લિટર સુધીની ક્ષમતા ધરાવતી રેન્જમાં આવે છે. કૂલર કમ ફ્રિઝર 375 લિટરની ક્ષમતા ધરાવે છે જ્યારે બોટલ કૂલર્સ 300 લિટરથી 500 લિટરની રેન્જ ધરાવે છે જ્યારે ગ્લાસ ટોપ ડીપ ફ્રિઝર્સ 100 લિટરથી 600 લિટરના વિકલ્પો ધરાવે છે. સ્ટોરેજ કેપેસિટીની આ વ્યાપક રેન્જથી બ્લુ સ્ટાર ડેરી, આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ, રેસ્ટોરાં, કન્વિનન્સ સ્ટોર્સ, હોસ્પિટાલિટી અને સુપરમાર્કેટ્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં બહોળા ગ્રાહક વર્ગને સેવાઓ પૂરી પાડી શકે છે. આ ડીપ ફ્રિઝર્સમાત્ર રૂ. 16,000થી શરૂ થતી આકર્ષક કિંમતોથી શરૂ થાય છે.
સ્ટોરેજ વોટર કૂલર્સ
વિશ્વસનીય ચિલ્ડ વોટર સોલ્યુશન્સ માટેની માંગ વધી રહી છે ત્યારે બ્લુ સ્ટારના સ્ટોરેજ વોટર કૂલર્સ શૈક્ષણિક સંસ્થાનો, કોર્પોરેટ ઓફિસો અને કોમર્શિયલ સ્થાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. ફાસ્ટ કૂલિંગ માટે મજબૂત કોમ્પ્રેસર, ફૂડ-ગ્રેડ સ્ટેઇનલેસ સ્ટીલ ઇનર ટેંક્સ, ઇકો-ફ્રેન્ડલી રેફ્રિજરેન્ટ્સ અને સ્પ્લેશિંગ ટાળવા માટે એક્સ્ટ્રા-લાર્જ સ્ટેઇનલેસ સ્ટીલ વોટર ટ્રે સાથેની ઝડપી ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ આ કૂલર્સ આખું વર્ષ આરામદાયકતા પૂરી પાડે છે. 15 લિટરથી 120 લિટરની ક્ષમતામાં ઉપલબ્ધ આ રેન્જ વિવિધ ઉપયોગો માટે આદર્શ છે.
બોટલ્ડ વોટર ડિસ્પેન્સર
બ્લુ સ્ટારના બોટલ્ડ વોટર ડિસ્પેન્સર્સ વિવિધ મોડેલ્સમાં આવે છે જે ગરમ,ઠંડા અને સામાન્ય પાણી પૂરું પાડે છે. આ યુનિટ્સમાં ફૂડ-ગ્રેડ સ્ટેઇનલેસ સ્ટીલ ટાંકી,ઓછી વીજવપરાશ અને વધારાની સલામતી માટે ગરમ પાણીના નળ પર ચાઇલ્ડ-લોક છે. બોટમ લોડિંગ ડિસ્પેન્સર રેન્જ સરળ વોટર જાર સ્ટોરેજ અને રિફિલિંગની સગવડ પૂરી પાડે છે,જેનાથી ભારે માત્રામાં ઉપાડવાની જરૂરિયાત દૂર થાય છે.
વિસી કૂલર્સ/ફ્રિઝર્સ
વિસી કૂલર્સપીણાં અને નાશવંત વસ્તુઓને તાજી રાખવા માટે જ નહીં, પરંતુ રિટેલ આઉટલેટ્સ,રેસ્ટોરાં અને કોમર્શિયલ સ્પેસીસ માટે આકર્ષક ડિસ્પ્લે સોલ્યુશન પૂરું પાડવા માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેઓ એકસરખી ઠંડક સુનિશ્ચિત કરે છે અને ઇન્ટિરિયર એલઇડી લાઇટ્સ,આસપાસના આકરા તાપમાન માટે ટ્રોપિકલાઇઝેશન અને બેકલાઇટ કેનોપી સાથે આવે છે જે બ્રાન્ડ વિઝિબિલિટી વધારે છે. વિસી કૂલર્સ રેન્જમાં 50 લિટરથી 1200 લિટર સુધીના મોડેલ્સનો સમાવેશ થાય છે,જ્યારે વિસી ફ્રિઝર 450 લિટરની ક્ષમતામાં ઉપલબ્ધ છે,જેમાં એકસમાન ઠંડક,શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન માટે Low-E સાથે ડબલ-ગ્લેઝ્ડ ટેમ્પર્ડ ગ્લાસ ડોર,સ્પષ્ટ વિઝિબિલિટી અને ફ્રોસ્ટ-ફ્રી ડિસ્પ્લે છે.
કોલ્ડ રૂમ્સ
બ્લુ સ્ટારના કોલ્ડ રૂમ સોલ્યુશન્સ લેટેસ્ટ ટેકનોલોજી અને ટકાઉ મટિરિયલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે,જે વિવિધ સંવેદનશીલ તાપમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક સુવિધાઓ આપે છે. ઇન્ટિગ્રેટેડ કોલ્ડ રૂમ સોલ્યુશન્સમાં હર્મેટિક,સેમી-હર્મેટિક અને રેક રેફ્રિજરેશન સિસ્ટમ્સ સાથે પ્રી-એન્જિનિયર્ડ PUF ઇન્સ્યુલેટેડ પેનલ્સનો સમાવેશ થાય છે. કંપનીએ તેની કોલ્ડ રૂમ ઓફરિંગને મજબૂત બનાવવા માટે ઇન્વર્ટર-આધારિત રેફ્રિજરેશન યુનિટ્સ,વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ માટે કોલ્ડ ચેઇન સોલ્યુશન્સ અને IoT સિસ્ટમ્સ પણ રજૂ કરી છે.
અન્ય રેફ્રિજરેશન પ્રોડક્ટ્સ
કંપની કિચન રેફ્રિજરેશન સોલ્યુશન્સની વિશાળ રેન્જ પણ પ્રદાન કરે છે,જેમાં રીચ-ઇન ચિલર્સ અનેફ્રિઝર્સ,બ્લાસ્ટ ફ્રિઝર્સ,બેક બાર ચિલર્સ,અંડરકાઉન્ટર્સ,આઈસ મશીન્સ અને સલાડેટ્સનો સમાવેશ થાય છે. પર્સનલ અને પ્રોફેશનલ સ્પેસીસ માટે,50 લિટરમીની બાર રેન્જ કોમ્પેક્ટ,કાર્યક્ષમ છે તથા સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
બ્લુ સ્ટારના હેલ્થકેર રેફ્રિજરેશન સોલ્યુશન્સ મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સ્ટોરેજની મહત્વપૂર્ણ માંગને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ રેન્જમાં ફાર્મસી રેફ્રિજરેટર્સ,અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રિઝર,આઈસ-લાઈન્ડ રેફ્રિજરેટર્સ અને વેક્સિન ટ્રાન્સપોર્ટર્સનો સમાવેશ થાય છે,જે વિવિધ મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સ્ટોરેજ જરૂરિયાતોને પૂરી કરે છે.
સુપરમાર્કેટ રિટેલ રેફ્રિજરેશન રેન્જમાં 4 ફૂટથી 12 ફૂટ સુધીની સાઇઝના મલ્ટીડેક ચિલર્સ અને ફ્રિઝરનો સમાવેશ થાય છે,જે પ્લગ-ઇન અને રિમોટ બંને પ્રકારોમાં ઉપલબ્ધ છે. આ યુનિટ્સ ફ્લેક્સિબલ કન્ફિગરેશન્સ માટે મલ્ટીપ્લેક્સિંગ વિકલ્પો અને એનર્જી-સેવિંગ નાઇટ કર્ટેન્સ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં,પેસ્ટ્રી શૉકેસીસ ફોગિંગ અટકાવવા માટે ફ્રન્ટ ડબલ-ગ્લાસ અને હીટિંગ વાયર સાથે આવે છે.
વિસ્તરતા ઉત્પાદન એકમો
બ્લુ સ્ટારના ડીપ ફ્રિઝર અને વોટર કૂલરની સંપૂર્ણ રેન્જ કંપનીના વાડા અને અમદાવાદ સ્થિત અત્યાધુનિક પ્લાન્ટમાં બનાવવામાં આવે છે,જે ‘મેક ઇન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ’પહેલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. વાડા પ્લાન્ટમાં 3 લિટર ડીપ ફ્રિઝર્સઅને 1 લિટર વોટર કૂલર્સની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે,જ્યારે અમદાવાદ પ્લાન્ટમાં 1 લિટર યુનિટ્સના ડીપ ફ્રિઝર્સ માટેની સમર્પિત ક્ષમતા છે. વાડા પ્લાન્ટ કોલ્ડ રૂમ પેનલ્સ, ઇવોપરેટિંગ યુનિટ્સ અને કન્ડેન્સિંગ યુનિટ્સનું પણ ઉત્પાદન કરે છે.
ટકાઉ ટેક્નોલોજીઓ
ઊર્જા કાર્યક્ષમતા,ટકાઉપણું અને ઇકો-ફ્રેન્ડલીનેસમાં અગ્રણી તરીકે,બ્લુ સ્ટારની સંશોધન અને વિકાસ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમો ગ્રાહક-કેન્દ્રિત ડિઝાઇન અને પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપે છે. કંપની ભારતમાં તેના પ્રકારનું પ્રથમ,low-GWP રેફ્રિજન્ટ્સ અને ઇકો-ફ્રેન્ડલી ઇન્સ્યુલેશન બ્લોઇંગ એજન્ટ્સનો ઉપયોગ કરે છે. કંપનીને ભારત સરકાર દ્વારા હરિયાળી ટેકનોલોજી અપનાવવા બદલ માન્યતા આપવામાં આવતી રહી છે જે તેને બધાથી આગળ રાખે છે. ડીપ ફ્રિઝરનું ઉત્પાદન કરતો વાડા પ્લાન્ટ ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા પ્લેટિનમ સર્ટિફાઇડ પણ છે.
આરએન્ડડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર
બ્લુ સ્ટારે તેના આરએન્ડડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો કર્યો છે,જેમાં NABL-એક્રેડિટેડ ડીપ ફ્રિઝર ટેસ્ટિંગ લેબ્સ અને AHRI-સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબ્સ સહિતની ફેસિલિટીઝનો સમાવેશ થાય છે. કંપનીએ અનેક પેટન્ટ અને ડિઝાઇન રજિસ્ટ્રેશન્સ ફાઇલ કર્યા છે અને બીજા અનેક હજુ પાઇપલાઇનમાં છે. તેના મજબૂત આરએન્ડડી સેટઅપ દ્વારા,બ્લુ સ્ટાર તેની નવી પ્રોડક્ટ્સ વિકસાવવામાં અત્યાધુનિક ગ્લોબલ ટેક્નોલોજીસને ઇન્ટિગ્રેટ કરી રહી છે.
વિસ્તરતું ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ નેટવર્ક
બ્લુ સ્ટારના 2,100 સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સ 900 શહેરોમાં રેફ્રિજરેશન પ્રોડક્ટ્સ વેચવા,ઇન્સ્ટોલ કરવા અને જાળવવા માટે તાલીમબદ્ધ છે. કંપની એર કન્ડિશનિંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન બંને માટે ભારતની અગ્રણી આફ્ટર-સેલ્સ સર્વિસ પ્રોવાઇડર છે,જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ ઓફર કરે છે જેમાં 24/7 કસ્ટમર સપોર્ટ,સર્વિસ ઓન વ્હીલ્સ,મોબાઇલ એપ્સ અને ટેકનિકલ કુશળતાનો સમાવેશ થાય છે. કંપની તેની કસ્ટમર સર્વિસ ક્ષમતાઓને વધુ વધારવા માટે તેના સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને CRM સોફ્ટવેરમાં નોંધપાત્ર રોકાણ કરી રહી છે.
ભાવિ રૂપરેખા
બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી થિયાગરાજને ઉમેર્યું હતું કે “આઇસક્રીમ ઓઈએમ, ક્યુએસઆર ચેઇન્સ, HoReCa સેક્ટર,ક્વિક કોમર્સ,ફૂડ રિટેલ અને હેલ્થકેર તરફથીમળેલી માંગને પગલે કોમર્શિયલ રેફ્રિજરેશન ઉદ્યોગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ખાસ કરીને નાશવંત ખોરાકની બાબતે ઘરની બહાર વપરાશનો વધતો ટ્રેન્ડ આ વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ છે. અમે ઊર્જા-કાર્યક્ષમ અનેઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનીઇનોવેટિવ રેન્જ ઓફર કરીને અમારી માર્કેટ લીડરશિપને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારી પ્રોડક્ટ ઓફરિંગ્સને સુધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે ડિજિટલાઇઝેશન અને IoT ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આગામી ઉનાળાની આશાસ્પદ રહેનારી મોસમ અને વૈવિધ્યસભર પ્રોડક્ટ રેન્જ સાથે,અમે આ નાણાંકીય વર્ષ અને તે પછીના સમયગાળા માટે અમારી વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ ધરાવીએ છીએ.”