Gurugram,તા.03
હવે બ્લિંકિટે એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે. તેની શરૂઆત ગુરુગ્રામથી થઈ છે. કંપનીએ તેની શરૂઆત પાંચ એમ્બ્યુલન્સથી કરી છે. ધીરે ધીરે આ સેવા અન્ય શહેરોમાં પણ શરૂ થશે. લોકો બ્લિંકિટે એપ પર બીએલએસ એમ્બ્યુલન્સ બુક કરાવી શકશે. આ સેવા હેઠળ હવે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જશે.
જરૂરિયાતમંદ લોકોને ઝડપી અને ભરોસાપાત્ર એમ્બ્યુલન્સ સેવા આપવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે શહેરમાં ઈમરજન્સી મેડિકલ સુવિધા ઝડપથી ઉપલબ્ધ થશે. બ્લિંકિટે જરૂરી સાધનોથી સજ્જ પાંચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર, એઈડી, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન અને આવશ્યક દવાઓ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. આ સેવા ‘અફોર્ડેબલ’ કિંમતે ઉપલબ્ધ થશે. આગામી બે વર્ષમાં કંપની તમામ મોટા શેરોમાં તેનો વ્યાપ વિસ્તારશે.
બ્લિંકિટના સીઈઓ અલબિંદર ધીંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપી છે. ગુરુગ્રામમાં ઈમરજન્સીની સ્થિતિમાં હવે 10 મિનિટમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે. તેનો ઉદ્દેશ્ય માત્ર નફો મેળવવાનો નથી. આ સુવિધા ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ શરૂ થઈ શકે છે.
ધીંડસાએ કહ્યું કે. ટૂંક સમયમાં જ બીએલએસ એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ બુકિંગની સુવિધા બ્લિંકિટ એપ દ્વારા ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે તે આ સેવાથી નફો મેળવવા માંગતાં નથી. તેમનો હેતુ લોકોને સસ્તી અને ભરોસાપાત્ર એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવાનો છે. તેથી, તે તેને ધીમે ધીમે વધારી રહ્યાં છે જેથી સેવાની ગુણવત્તા જળવાઈ રહે.
બ્લિંકિટ એમ્બ્યુલન્સમાં કેવી સુવિધા?
1. આ એમ્બ્યુલન્સ જરૂરી જીવન રક્ષક સાધનોથી સજ્જ છે. જેમ કે ઓક્સિજન સિલિન્ડર, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર – હૃદયના ધબકારા સામાન્ય કરવા માટેનું ઉપકરણ, સ્ટ્રેચર, મોનિટર, સક્શન મશીન અને આવશ્યક દવાઓ અને ઇન્જેક્શન.
2. દરેક એમ્બ્યુલન્સમાં એક પેરામેડિક, એક સહાયક અને પ્રશિક્ષિત ડ્રાઈવર હોય છે. આ ખાતરી કરે છે કે જ્યારે જરૂર પડે ત્યારે સારી અને સમયસર સેવા પૂરી પાડવામાં આવે છે.
3. એઈડી એક પોર્ટેબલ ઉપકરણ છે જે અચાનક કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં હૃદયનાં ધબકારા પુન:સ્થાપિત કરવામાં મદદ કરે છે. પેરામેડિક હેલ્થ વર્કર જે ડોક્ટરની સૂચનાઓ પર દર્દીને સંભાળ પૂરી પાડે છે.