બનાવની વિગત એવી છે કે, અલંગ ખાતે આવેલા અમીનભાઈ વસાયાની માલિકીના ઓઈલ પ્રોસેસ કરવાના ખાડામાં આજે સવારના સુમારે ઓઈલ એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે આસપાસમાં પડેલાં ઓઈલ સળગી ઉઠતાં આગ લાગી હતી.જયારે, જોતજોતામાં બ્લાસ્ટ અને બાદમાં આગના બનાવના કારણે ખાડા તથા આસપાના વિસ્તારોમાં રીતસર નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં જ અલંગ અને તળાજા ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતા.અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે ચાર ગાડી પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી. જો કે, સમયસર આગ કાબૂમાં આવતાં મોટી દૂર્ઘટના થતાં અટકી હતી. આ તરફ, આ બ્લાસ્ટના કારણે ખાડામાં કામ કરી રહેલા અજય ભાલીયા અને દીપેશ જોશી દાઝી ગયા હતા. બન્ને શ્રમિકોને સારવાર અર્થે તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયાં બન્નેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મલેલ છે. જો કે, આગ અને બ્લાસ્ટમાં થયેલી નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી
Trending
- સામાન્ય નાગરિકો ગુનેગારોને સજા ઇચ્છે છે, વળતર નહીં: Supreme Court ના નિવૃત્ત જજ
- Pahalgam attack બાદ દેશમાં ગુસ્સો, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ’ઉજવણી’ થઈ રહી છે
- આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી તાલીમ મળી; સરહદ પારથી ત્રણ અને બે કાશ્મીરીઓનો સમાવેશ થાય છે
- પહેલગામ આતંકવાદી હુમલો,આખો દેશ સાથે ઉભો છે,Tejashwi Yadav
- પહેલગામમાં થયેલા Terrorist attack ને કારણે દૂન ખીણમાં પણ ગભરાટ
- પહેલગામ આતંકવાદી હુમલા પર ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન Rishi Sunak કહ્યું, ’આપણા હૃદય તૂટી ગયા છે’
- ભારતે પાકિસ્તાનનું ગળું કાપી નાખવું જોઈએ,અમેરિકાએ આસીમ મુનીરને આતંકવાદી જાહેર કરવો જોઈએ
- Rohit Sharma એ ટી૨૦ ક્રિકેટમાં ૧૨ હજાર રન પૂરા કર્યા છે. કોહલી પછી બીજો ખેલાડી બન્યો