આ બહુમતિ બાદ બુધવારના દિવસે પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા જ મંગળવારે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ અને તેમાં નવી ટીમ અંગેનું મનોમંથન કર્યા બાદ નામો પર મહોર વાગી હતી. આજે મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર અને મહુધા પાંચેય નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટેના મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને તમામ પાલિકાના સભ્યોને વ્હીપ અપાયા હતા, જેના આધારે તમામ નગર પાલિકાઓમાં બહુમતિ હોવાથી ભાજપે જ્ઞાાતિ સમીકરણો ધ્યાનમાં રાખી હોદ્દેદારોને મેન્ડેટ આપ્યા હતા અને તે નિવઘ્ન ચૂંટાઈ આવ્યા છે. આગામી દિવસોમાં સમિતિઓમાં હોદ્દેદારોની વરણી કરાશે.
ડાકોર નગરપાલિકામાં લાંબા સમયથી ભાજપના જ સભ્યો વચ્ચે આંતરીક માથાકૂટો અગાઉની ટર્મમાં ચાલતી હતી અને સત્તા પરીવર્તન સુધી વાતો પહોંચી હતી. વિપુલ શાહ પક્ષમાં લોકપ્રિય હોવાથી અને અગાઉ તેમના પત્ની પ્રમુખ રહી ચૂક્યા હોવાથી, પુનઃ વિપુલ શાહને પ્રમુખ પદે નિયુક્ત કરાયા છે. જ્યારે જનરલ કેટેગરીમાં આવતા તેજેન્દ્ર હાડા અને દિપીકાબેન શર્મા વર્ષોથી પક્ષ સાથે સંકળાયેલા હોવાથી તેમને હોદ્દા અપાયા છે. કારોબારી ચેરમેન તરીકે દિપીકાબેન શર્માની વરણી કરાઈ છે.
મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપે પાટીદાર તરીકે પ્રશાંતકુમાર પટેલને મેદાને ઉતાર્યા છે. જ્યાં ઓબીસી-દેવીપૂજક સમાજમાંથી આવતા વર્ષાબેન વાઘેલાને ઉપપ્રમુખ અને ક્ષત્રિય તરીકે રાકેશભાઈ સોઢાને કારોબારી ચેરમેન બનાવ્યા છે. પ્રમુખની વાત કરીએ તો મહેમદાવાદમાં કોથળામાંથી બિલાડુ કાઢયુ હોય તેવી પરીસ્થિતિ છે. પ્રશાંતકુમાર પટેલ અગાઉ એકવાર સભ્ય તરીકે ચૂંટાયા હતા, તે બાદની ટર્મમાં સ્વૈચ્છિક ચૂંટણી લડયા નહોતા. હવે પુનઃ તેઓ ચૂંટણી લડયા અને પ્રમુખ બન્યા છે. જ્યારે કારોબારી ચેરમેન તરીકે રાકેશભાઈ કનુભાઈ સોઢાની વરણી કરાઈ છે.
ચકલાસી નગરપાલિકામાં ભાજપે ક્ષત્રિય સમાજમાંથી આવતા ધર્મેશભાઈ વાઘેલાને પ્રમુખ બનાવ્યા છે. ધર્મેશ ભાઈનો પરીવાર વર્ષોથી ભાજપ સાથે વફાદારીથી જોડાયેલો છે. ધર્મેશભાઈના પિતા બળંવતસિંહ વાઘેલા અગાઉ ચકલાસી નગરપાલિકાના પ્રમખ હતા અને હાલ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, નડિયાદમાં સભ્ય છે. આ સિવાય ધર્મેશભાઈના કાકા રણજીતભાઈ વાઘેલા કેડીસીસીના ડીરેક્ટર છે. જેથી મજબૂત પારીવારિક રાજકીય પૃભૂમિના કારણે ધર્મેશભાઈને પ્રમુખપદુ મળ્યું છે. તો પાટીદાર સમાજમાંથી આવતા અમિતભાઈ પટેલ ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને જીગરભાઈ વાઘેલા પણ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હોવાથી તેમને હોદ્દા મળ્યા છે. કારોબારી ચેરમેન તરીકે જીગરભાઈ વાઘેલાની નિમણૂક કરાઈ છે.
મહુધા નગરપાલિકાની વાત કરીએ તો આંજણા પટેલ સમાજમાંથી આવતા રૂપેશ રાઠોડને પ્રમુખ બનાવાયા છે. રૂપેશ રાઠોડ સંગઠનના ખૂબ નજીકના વ્યક્તિ ગણાય છે. મહુધા શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ મહુધા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ અપાવવા માટે જિલ્લા પ્રમુખ સાથે મળી અને તમામ રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તરફ લઘુમતી સમાજમાં લોકપ્રિય હોવાથી અને સંતુલન જળવાય તે માટે ભાજપે અશ્ફાક મલેકને ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે જ્ઞાાતિ સમીકરણ સચવાય તે માટે ક્ષત્રિય સમાજમાંથી રેવાબેન સોઢાપરમારને કારોબારી ચેરમેન બનાવ્યા છે. જ્યારે કારોબારી ચેરમેન પદે રેવાબેન સોઢાપરમારની બિનહરીફ વરણી કરાઈ હતી.
ખેડા નગરપાલિકાની વાત કરીએ સામાન્ય ી અનામત બેઠક હતી. તો પાટીદાર સમાજમાંથી આવતા જ્યોત્સના બેન નયનકુમાર પટેલ લાંબા સમયથી ભાજપમાં સક્રિય હતા, તેમાંય પક્ષને વફાદાર રહેતા પ્રમુખપદ મળ્યું છે. તો અક્ષયકુમાર ભાવસાર અને અંકીત પટેલ યુવા ચહેરો અને સાથે જ પક્ષના સક્રિય કાર્યકર્તા હોવાથી તેમને પણ હોદ્દા આપવામાં આવ્યા છે. જ્યારે કારોબારી ચેરમેન પદે અકીંતકુમાર પટેલની વરણી કરાઈ છે.