Morbi,તા.19
માણાબા ગામ નજીકથી બે વર્ષ પૂર્વે બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને એલસીબી ટીમે બે ચોરાઉ બાઈક રીકવર કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા હાઈવે પર ખીરઈ ગામના પાટિયા પાસેથી એક નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક ઇસમ શંકાસ્પદ જણાતા તેને રોકી મોટરસાયકલના કાગળો માંગ્યા હતા જેથી કાગળો નહિ હોવાનું જણાવી બે વર્ષ પૂર્વે માળિયાના માણાબા ગામ પાસેથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ બે વર્ષ પૂર્વે અન્ય એક બાઈક ખોખરા હનુમાન મંદિર સામેથી ચોરી કર્યું હતું જે બાઈક હાલ બંધ હાલતમાં ઘરે હોવાની કબુલાત આપી હતી જેથી આરોપી રફીક નુરમામદ ઉર્ફે નામોરી સામતાણી રહે ખીરઈ તા. માળિયા વાળાને ઝડપી લઈને બે બાઈક કીમત રૂ ૪૦ હજાર રીકવર કરી આરોપી અને મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે