Morbi,તા.26
શહેરમાં વાહનચોરી કરનાર ઈસમો બેફામ બની ગયા છે છાશવારે બાઈક ચોરીની ઘટનાઓ બની રહી છે જેમાં નવલખી ઓવરબ્રિજ નીચેથી એક બાઈક ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૨ ના રોજ ફરીયાદીનુંન બાઈક જીજે 03 ડીએચ ૬૧૦૦ કીમત રૂ ૧૫ હજાર વાળું નવલખી ઓવરબ્રિજ નીચે રાખેલ હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે