Gandhinagar,તા.૨૯
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
બેઠકમાં ચંડોળા વિસ્તારના દબાણો પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી તેમજ દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે સુચના આપવામાં આવી છે. બેઠક બાદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરી હતી
અમદાવાદના તેમજ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કરવામાં આવ્યું છે. વર્ષોથી અડ્ડો જમાવીને રહેતા બાંગ્લાદેશીઓને ખદેળી મુકવા તંત્ર અને પોલીસે બુલ્ડોઝર સ્ટ્રાઈક કરી છે. ઓપરેશન ક્લીન ચંડોળા હેઠળ ૪૦થી ૫૦ જેટલા બુલ્ડોઝરોએ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા છે. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે ૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ તૈનાત કરાયા છે. ઘૂસણખોરોના આશરે સવા લાખથી વધુ વિસ્તારમાં દબાણો હતા. જેને દૂર કરીને વિસ્તારને સાફ કરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકોએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. જો કે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હોવાથી સ્થિતિ કાબૂમાં હતી.
ડિમોલિશનની કામગીરી દરમિયાન ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી હતી. આ વિસ્તારને ઘૂસણખોરોએ એ રીતે બનાવી નાખ્યો હતો કે કેટલાક વિસ્તારોમાં તો સાયકલ પણ પસાર ન થઈ શકે. તંત્ર અને પોલીસની કામગીરીમાં ગેરકાયદે રીતે રહેતા લોકોના ઘરોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ડિમોલિશનનું ૮૦ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. જેને આજે સંપૂર્ણ રીતે પૂરું કરી દેવામાં આવશે.