Bhuj,તા.૨૦
ભુજ તાલુકાના અજરખપુરની ભાગોળે આવેલા શ્રુજન-ન્ન્ડ્ઢઝ્ર ખાતે શરૂ થયેલા પાંચ દિવસીય વિન્ટર ફેસ્ટિવલના પહેલા દિવસે કચ્છ, ઓડીશાના કલાકારોએ ધૂમ મચાવી હતી. લોકોએ ઓડીશા અને કચ્છની ૧૦૦થી વધુ કલાકારો અને કારીગરીઓએ ભાગ લીધો છે. આ કલાકારી જોવા ખાસ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તો સાથે જ કચ્છના સાંસદ વિનોદ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રે કચ્છી ગીત અને નૃત્યની ધમાલ રજૂ કરાઇ હતી. ઓડીશા ગ્રુપ અને કલાવારસોના કલાકારો દ્વારા પ્રસ્તુત ફ્યુઝન સંગીતે વિવિધતામાં એકતાની વાત અનોખી ભાષામાં રજૂ કરી હતી.
કચ્છ અને ઓડીશાની ભાતીગળ કળા, નૃત્ય અને સંગીતથી સભર એવો આ વિન્ટર ફેસ્ટિવલ, જાહેર જનતા માટે સવારે ૧૧થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જેમાં રોજેરોજ વિવિધ ગીત-સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉપરાંત, બંને પ્રદેશની વિવિધ પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણવાની પણ વ્યવસ્થા ઊભી કરાઇ છે. કલાપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ એવી કચ્છનાં ભરતકામની કલાને અભિવ્યક્ત કરતી મ્યુઝિયમ ગેલેરીઓ ઉપરાંત અજરખ શો સહિત ગેલેરી ફેસ્ટિવલને એક નવો આયામ આપશે.
કચ્છની કલાપ્રેમી જનતાએ પ્રથમ દિવસથી જ, વિન્ટર ફેસ્ટિવલને વધાવી લીધો અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. શનિવારે રાત્રે કલાવારસાના કલાકારોની પ્રસ્તુતિ અને ઓડીશાના ગ્રૂપ સાથે કચ્છના કલાકારોએ સૂર પુરવ્યા હતા.