Bhayavadar સેવા સહકારી મંડળીદ્વારા ખેડૂતોને આકસ્માત વિમાના ચેક વિતરણ કરવામાં આવ્યા

Share:

Upleta,તા.18 

ભાયાવદર સેવા સહકારી મંડળીના સભા સદ સ્વ.વશરામભાઈ માવજીભાઈ પનારા, સ્વ.વિનોદભાઈ મગનલાલ મારસોણીયા, સ્વ.પાંચાભાઈ જશાભાઈ રબારી(ખાંભલા) આ ત્રણ ખેડૂત સભા સદોના સમય અંતરે આકસ્માતે મૃત્યુ થયા હતા. આ મૃત્યુ પામનારાના રાજકોટ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંક રાજકોટ દ્વારા ચોલા મંડલમ વીમા કંપનીમાં પ્રીમિયમ ભરતા હતા.

આ બાબતમાં તેમના આકસ્માત બાદમાં વિમા મંજૂર થયેલ હોય ત્યારે ભાયાવદર સેવા સહકારી મંડળીની ઓફિસે આ ત્રણ અકસ્માતે મૃત્યુ થયેલ બાદ તેમના પરિવારજનોને રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ચેરમેન અને જેતપુર-જામકંડોરણા વિધાનસભાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે ચેક વિતરણ કરવામાં આવેલ છે.

આ તકે ઉપસ્થિત રાજકોટ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે), ઉપલેટા તાલુકા સંઘના ચેરમેન ગોપાલભાઈ સખીયા, ભાયાવદર સહકારી મંડળીના પ્રમુખ નટવરલાલ મારસોણીયા, ઉપપ્રમુખ અનિલભાઈ બરોચિયા, ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી, ધવલભાઈ ધમસાણીયા, ભાયાવદર શહેરના આગેવાનો તેમજ મંડળીના કમિટી સભ્ય જીતેન્દ્રકુમાર માકડીયા, ચંદ્રકાંતભાઈ પાચાણી, કિશોરભાઈ માકડીયા, જીવનભાઈ દલસાણીયા, પ્રવીણભાઈ માકડીયા, મનસુખભાઈ માકડીયા, દિલીપભાઈ સામાણી, ચીમનભાઈ બરોચિયા, દિલ્લીની કૃભકો કંપનીમા ટેલીગેટ સભ્ય સરોજબેન જીવાણી, માધવીબેન ભૂત, પુંજાભાઈ ચાવડા, આર.ડી.સી. બેંકના મેનેજર હિતેશભાઈ સાકરીયા ઉપસ્થિત રહેલ હતા અને તેઓની હાજરીમાં મૃતકના પરિવારજનોને એક-એક વ્યક્તિના દસ-દસ લાખ રૂપિયાના ચેકનું વિતરણ જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *