Mangrol ,તા.16
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ ચાલી જતા બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના પિતા પુત્રને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકની અને રાજકોટ ખાતે આવેલી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારીયા અંગેની બાબરા તાલુકાના ઘૂઘરાળા ગામનો વિવેક પ્રભાત મકવાણા અને પ્રભાત હાથીયા મકવાણા સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા હોય પ્રમાણે ઘૂઘરાળા ગામનો વિવેક મકવાણા અને સાથે નર્સિંગ ની પ્રેક્ટિસ દરમિયાન પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી અને જામનગર રોડ નજીક આવેલી હોટલમાં મંગળ શુક્ર પહેરાવી સિંદુર પુરી અભદ્રાલતમાં ફોટા પાડી લગ્ન કર્યા હોવાનું જણાવી અને દુષ્કર્મ ગુજારીયાનું ખુલતા પોલીસે વિવેક પ્રભાત મકવાણા અને તેના પિતા પ્રભાત સાથિયા મકવાણાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તેને જેલ હવાલે કર્યા હતા. પોલીસ તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં મુળ ફરીયાદીના કુટુંબીજનો, ડોકટર, પંચનામાઓ, અને પોલીસ સાહેદોને તપાસેલા અને રજુઆત કરેલ કે, આ કામમાં સાહેદોએ ફરીયાદપક્ષના કેસ ને પુરેપુરૂ સમર્થન આપેલ છે જેથી આરોપીઓને સજા કરવી જોઈએ બાદ બચાવપક્ષે એવી દલીલ કરવામાં આવેલ કે, ભોગ બનનારની ઉંમર ૨૧ વર્ષની છે, આરોપીની ઉંમર ૧૮ વર્ષની છે. જયારે ભોગ બનનારની ઉંમર પુખ્ત હોય અને સમંતી આવતી હોય ત્યારે તેનો લાભ આરોપીને મળવાપાત્ર છે.ઉપરોકત હકિકતે તેમજ રેકર્ડ ઉપર આવેલ પુરાવો અને સાહેદોની જુબાની ધ્યાને લઈ અદાલત એવા અનુમાન ઉપર આવેલ કે, ફરીયાદપક્ષ પોતાનો કેસ નીશંકપણે પુરાવાર કરી શકેલ નહી જેથી બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. બંને આરોપી વતી રાજકોટના એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વીજયભાઈ પટગીર, જીતેન્દુભાઈ ધુળકોટીયા, હપીલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, તથા આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા, સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.