BCCI Awards : બુમરાહ અને મંધાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો

Share:

Mumbai,તા.01

2023-24 ના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે બીસીસીઆઈના પોલી ઉમરીગર એવોર્ડ માટે પ્રભાવશાળી ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ મહિલા વર્ગમાં સ્મૃતિ મંધાનાને પણ આપવામાં આવશે.

એવોર્ડ આજે બોર્ડનાં વાર્ષિક સમારોહમાં આપવામાં આવશે. મંધાનાને સૌથી વધુ રન બનાવવા બદલ વનડે ઇન્ટરનેશનલ મેડલ પણ આપવામાં આવશે. તેણે 13 મેચોમાં ચાર સદી અને એક અડધી સદી ફટકારી છે તેને 57.46 ની સરેરાશથી 13 મેચમાં 747 રન બનાવ્યાં છે.       

બુમરાહને કુશળતા, ચોકસાઈ અને સાતત્ય સાથે તેજસ્વી પ્રદર્શન કરવા માટે  2024 માં આઇસીસી ટેસ્ટ અને એકંદર શ્રેષ્ઠ ક્રિકેટર પણ ચુંટવામાં આવ્યો છે. તે જ સમયે, મંધાનાને આઈસીસીની શ્રેષ્ઠ વનડે મહિલા ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

અશ્વિનને વિશેષ એવોર્ડ
ગયાં વર્ષે ડિસેમ્બરમાં, સ્પિનર આર. અશ્ર્વિનની પસંદગી વિશેષ એવોર્ડ માટે કરવામાં આવી હતી. તે ટેસ્ટમાં 537 વિકેટ સાથે ભારતનો બીજો અને વિશ્વનો આઠમો શ્રેષ્ઠ બોલર છે. 37 વર્ષીય અશ્ર્વિન, જેમણે નવેમ્બર 2011 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું તેને ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે દરમિયાન ટીમે સતત 18 શ્રેણી જીતી હતી.

અન્ય પ્રમુખ પુરસ્કારો 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રવેશ 
સરફારાઝ ખાન (પુરુષ વર્ગ), આશા શોભના (મહિલા વર્ગ) 

આંતરરાષ્ટ્રીય વનડેમાં સૌથી વધુ વિકેટ 
દીપતી શર્મા (મહિલા વર્ગ) 

ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન 
તનુષ કોટિયન (પુરુષ વર્ગ , મુંબઇ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *