New Delhi,તા.28
નાણાકીય વ્યવહારો ડિજીટલ સ્વરૂપમાં વધતા જાય છે અને હવે બેન્કોને ચેક-પેમેન્ટ સિસ્ટમમાં પણ રાહત છે કે વ્યક્તિગત- નાના વ્યવહારોમાં એક અપાતા નહી હોવાથી તેના કલીયરીંગ વિ.ની પ્રક્રિયા ઘટી ગઈ છે છતાં પણ હજું વ્યાપાર-ધંધા અને મોટા વ્યક્તિગત વ્યવહારોમાં ચેકનો ઉપયોગ થાય છે અને તેની સાથે ચેક બાઉન્સ થવાનું- રીટર્ન થવાનું પ્રમાણ પણ વધી ગયુ છે અને તે હવે નેગોશીયેશન એકટની કલમ 138 મુજબ અપરાધ પણ છે અને હવે ચેક રીટર્ન એક શસ્ત્ર બની ગયુ છે.
જમાં જેઓ નાણાકીય કે તેવા કારણોસર ચેક પાસ કરાવી શકતા નથી. તેઓને જેમ સજા થાય છે પણ ચેક રિટર્નના સતત વધતા જતા કેસ એ અદાલતી કામગીરી પણ વધારી છે તથા વર્ષો સુધી આ કેસ ચાલુ રહે છે. તેના કારણે પણ અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે. રિઝર્વ બેન્કે હવે ચેક રીટર્ન- (બાઉન્સ)ના કેસમાં બેન્કીંગ પ્રક્રિયા ઝડપી બને તે નિશ્ર્ચિત કર્યુ છે. ચેક અનેક કારણોસર રિટર્ન થાય છે પણ મુખ્ય વિવાદ ભંડોળ નહી હોવાના કારણે થતા ચેક રિટર્નના કેસમાં આ પ્રક્રિયા ઝડપી બનશે. નવી ગાઈડલાઈન પણ બેન્કોએ આપવી ફરજીયાત બની ગઈ છે.
જે ગ્રાહકે તેના ખાતામાં જે ચેક ભર્યો હોય તો તેને 24 કલાકમાં એસએમએસ કે ઈમેલથી જાણ કરવી ફરજીયાત બન્યુ છે. જે બેન્ક ખાતેદારના ચેક વારંવાર રિટર્ન થતા હોય તેનું ખાતુ ‘ફ્રીઝ’ કરવાનો બેન્કોને અધિકાર અપાયો છે. તે ગ્રાહક પછી તે ગ્રાહક આરબીઆઈની સીસ્ટમમાં પણ બ્લેક લીસ્ટમાં આવી જશે. જેના મારફત અન્ય બેન્કોને પણ તે ગ્રાહકની માહિતી મળશે અને તે એલર્ટ થઈ જશે.
* આ ઉપરાંત ચેક રીટર્નમાં તમામ બેન્કોની પેનલ્ટીનો રકમ (ચાર્જ) એક સમાન નિશ્ર્ચિત થશે. બેન્કો પોતાની રીતે નકકી કરી શકશે નહી.
* જો કે બેન્કો ફકત રિટર્ન થવાના ભયે કોઈ ગ્રાહકને ચેક બુક આપવાની મનાઈ પુરી રીતે કરી શકશે નહી.
* પણ બેન્કોએ એકાદ ચેક રિટર્નમાં ગ્રાહક સામે આકરા પગલા લેવાના રહેશે નહી તેને ભુલ સુધારવાની તક અપાશે.
* જે ગ્રાહકના ચેક વારંવાર રિટર્ન થતા હોય તેને અલગ કરવા બેન્કની કોમ્પ્યુટર સીસ્ટમમાં ખાસ એલર્ટ રાખવુ પડશે. દેશમાં ચેક રિટર્ન કેસ ચલાવવા ખાસ અદાલતો ઉભી કરવી પડી રહી છે અને તે કેસ મહિનાઓ સુધી ચાલે છે. એકંદરે અદાલત બેન્કો પર પણ આ કામનો બોજો પડે છે.
કેસ ચલાવવા ખાસ અદાલતો ઉભી કરવી પડી રહી છે અને તે કેસ મહિનાઓ સુધી ચાલે છે. એકંદરે અદાલત બેન્કો પર પણ આ કામનો બોજો પડે છે. જો કે આરબીઆઈના આદેશમાં ચેક રિટર્નથી જે ફોજદારી પ્રક્રિયા બને છે તેને કોઈ અસર થશે નહી.
ફકત બેન્કના જે લાંબો સમય બગડે છે અને અનેક વખત તે કાનૂની મુદો પણ બને છે તેથી રિઝર્વ બેન્ક દ્વારા આ ગાઈડલાઈન આપવામાં આવી છે. આરબીઆઈની યાદીમાં જણાવ્યા મુજબ કોઈ ડિફોલ્ટરને સજા આપવાનો તેનો અધિકાર નથી પણ ગ્રાહકને તેની ભુલ સુધારવા અને આકરા નિયમોથી તે નાણાકીય શિસ્તમાં રહે તે જોવા માંગે છે.