New Delhi,તા.6
એઆઈની એન્ટ્રી બાદ ડીપફેકના મામલમાં જોરદાર વધારો થયો છે. હવે તેમાં દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ પણ ડીપફેકને લઈને ગ્રાહકો અને આમ જનતાને સાવધ રહેવાની સલાહ આપી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈએ આમ જનતાને બેંકના નામે ફેલાવવામાં આવતા ડીપફેક વીડિયોના વધતા પ્રસારના બારામાં ચેતવણી જાહેર કરી છે. ખરેખર તો આ ડીપફેક વીડિયોમાં એસબીઆઈમાં રોકાણ યોજનાઓને લોન્ચ કરવાનો ખોટો દાવો કરવામાં આવે છે.
બેંકે સ્પષ્ટ કર્યુ છે કે, તેમના કર્મચારી કે ટોપ મેનેજમેન્ટ આવો કોઈ ભ્રામક યોજનાઓનું સમર્થન નથી કરતું એસબીઆઈના નામે હાઈ રિટર્ન આપવાની યોજનાઓ પર ભરોસો ન કરવાનું એસબીઆઈએ જણાવ્યું છે.