Mumbai,તા.07
બાંગ્લાદેશી અભિનેત્રી મેહર એફ્રોઝ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે સાંજે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, ઢાંકા પોલીસે મેહરને રાષ્ટ્ર વિરુદ્ધ કાવતરું કરવા બદલ ધરપકડ કરી હતી.
મેહર પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેનાં કારણે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડિટેક્ટીવ શાખા ઉપરાંત પોલીસ કમિશનર રેઝૌલ કરીમ મલિકે કહ્યું કે “ગુરૂવારે રાત્રે ધાનમડીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી.”
મેહર ફિલ્મની દુનિયાની એક એવી અભિનેત્રીઓ છે જે ખુલ્લેઆમ પોતાનું નિવેદન આપે છે. કદાચ આ તેની ધરપકડનું કારણ છે. અહેવાલો અનુસાર, તેનાં પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે તેણે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળ બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી રહી હતી.
મેહરની ધરપકડ પહેલાં જમાલપુરમાં તેનાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ સાંજે 6 વાગ્યાની આસપાસ જમાલપુર સદર ઉપઝિલામાં નોરુન્ડી રેલ્વે સ્ટેશન નજીક આવેલાં મકાનમાં આગ લગાવી હતી.
આ ઘર તેમનાં પિતા એન્જિનિયર મોહમ્મદ અલીનું હતું જેમણે ગત રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગથી નામાંકન મેળવ્યું હતું. તેની માતા બેગમ તહુરા અલીએ સંસદમાં અનામત મહિલા બેઠક પરથી બે ટર્મ પૂર્ણ કર્યા છે.