Government કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ

Share:

New Delhi,તા.05

ભારતમાં AI ટેક્નોલોજીની અસર ઝડપથી વધી રહી છે. ChatGPT, DeepSeek, Google Gemini જેવા પ્લેટફોર્મ કન્ટેન્ટ રાઈટીંગ, ડેટા એનાલિસિસ, કોડિંગ અને ટ્રાન્સલેશનમાં મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ આ પ્લેટફોર્મનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, સરકાર માને છે કે તેમનો અનિયંત્રિત ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને, AI પ્લેટફોર્મના ઉપયોગને લઈને કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ 

ભારત સરકારે સરકારી કર્મચારીઓ માટે ChatGPT, DeepSeek અને અન્ય AI પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. નાણા મંત્રાલય દ્વારા 5 ફેબ્રુઆરી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓએ ChatGPT, DeepSeek અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. સરકારનું કહેવું છે કે આ AI પ્લેટફોર્મ દ્વારા સંવેદનશીલ માહિતી લીક થવાનું જોખમ વધી શકે છે.’ કેન્દ્ર સરકારના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કમ્પ્યુટર અને લેપટોપ આ AI પ્લેટફોર્મનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. આથી કર્મચારીઓને AI પ્લેટફોર્મથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા

નાણા મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના કર્મચારીઓને ChatGPT અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાની સૂચનાઓ જારી કરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કચેરીઓમાં AI પ્લેટફોર્મની અવગણના કરવી જરૂરી છે. જો કે, જો કર્મચારીઓ ઈચ્છે તો તેનો ઉપયોગ તેમના અંગત ડિવાઈસ પર કરી શકે છે. સરકારે ટૂંક સમયમાં સરકારી કામમાં AI પ્લેટફોર્મના ઉપયોગને લગતી એક વ્યાપક નીતિ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ નીતિમાં ડેટા સંરક્ષણ ધોરણો સ્પષ્ટપણે જણાવવામાં આવશે.

AI એપ્સના ઉપયોગથી ડેટા લીક થવાનું જોખમ

ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ ઉપલબ્ધ છે, જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરે સામેલ છે. ભારતમાં ઘણા લોકો તેમના કામને સરળ બનાવવા માટે આ AI પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ડિવાઈસમાં AI એપ્સ અથવા ટૂલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી, આ એપ્સ વિવિધ ઍક્સેસ માટે પૂછે છે. આવી સ્થિતિમાં સરકારી ફાઈલોના ડેટા લીક થવાનું જોખમ રહે છે.

Government કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ

આજનુ પંચાંગ 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *