Mumbai,તા,29
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ ફાયરિંગ કરીને હત્યા કરવાની ઘટનાને બે અઠવાડીયા થઈ ગયા બાદ પણ તેમનો પરિવાર અને પુત્ર ઝીશાન સિદ્દીકી આઘાતમાં છે.
એટલું જ નહીં, બાબા સિદ્દીકીના ફ્રેન્ડ અને બોલીવુડના દબંગ એકટર સલમાન ખાનની ઉંઘ પણ ઉડી ગઈ છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધા પછી સલમાનની ચિંતામાં વધારો થયો છે. પોતાને કારણે ગેંગ બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાથી સલમાનને વધુ આઘાત લાગ્યો છે.
આ વિશે ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે, મારા પિતા સાથે સલમાનભાઈનો સંબંધ સગા ભાઈ જેવો હતો. બાબાની હત્યા બાદ સલમાનભાઈએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તે દરરોજ રાતે ફોન કરીને અમારી સ્થિતિની પૂછપરછ કરે છે.
એટલું જ નહીં, ભાઈ કહે છે કે મારી ઉંઘ ઉડી ગઈ છે એટલે સૂઈ નથી શકતો’. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના બાંદરા વેસ્ટમાં આવેલા ઘરની બહાર બિશ્નોઈ ગેંગના બે શૂટરોએ ફાયરીંગ કર્યાના 6 મહિના પછી બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી.