- 29 જુલાઈ નું રાશિફળ
- 29 જુલાઈ નું પંચાંગ
- જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh
- Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ખાંભાનાં લાંચ કેસમાં સીસીઆઈના કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર
- Girgadhda ના પડાપાદર વચ્ચે માઇનોર બ્રિજના નિર્માણ માટે રૂા. 2.82 કરોડ મંજુર
- Gujarat માં રેલ્વે સ્ટેશનો પર હવે ઈલેકટ્રીક ચાર્જીંગ પોઈન્ટ
Author: Vikram Raval
Ahmedabad, તા.30પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલમાં તાજેતરમાં પૂરા થયેલા બીજા રાઉન્ડના અંતે કુલ 212 બેઠકો ખાલી પડી છે. મહત્ત્વની વાત એ છે કે, 212માંથી 143 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને પ્રવેશ સમિતિ દ્વારા જે તે કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા છતાં તેઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવવાના કારણે વિદ્યાર્થીદીઠ 25 હજાર રૂપિયા લેખે અંદાજે 35 લાખ રૂપિયા ડિપોઝિટ જતી કરવી પડશે. મેડિકલ પછી એમ.ડી.અને એમ.એસ.માં પ્રવેશ માટે કુલ 2101 બેઠકો માટે બે રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. બીજા રાઉન્ડ પછી કુલ 1958 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવીને રિપોર્ટિંગ કરી દીધું છે. જેની સામે 69 બેઠકો એવી છે…
Ahmedabad,તા.30 ગુજરાતમાં ચાલું વર્ષમાં, પાછલાં વર્ષની સરખામણીએ હૃદય સંબંધિત ઈમરજન્સીની સંખ્યામાં 16.66 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ કેસોમાં 18.48 ટકાનો વધારો થયો છે. જો આપણે ગુજરાતની ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનાં ડેટા પર નજર કરીએ તો, આવી ઈમરજન્સીમાં રાજ્યનાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 40 ટકાનો જેટલો વધારો થયો છે. માહિતી અનુસાર, ગયાં વર્ષમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કારણે 71561 કેસમાં 108 એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીથી 26 ડિસેમ્બર 2024 સુધીમાં 83480 ઈમરજન્સી કેસ નોંધાયાં છે. ગુજરાતમાં સૌથી વધુ 40 ટકા કેસ પોરબંદર જિલ્લામાં નોંધાયાં છે. ગત વર્ષે પોરબંદરમાં 1145…
New Delhi,તા.30દેશભરની અદાલતોમાં ચેક બાઉન્સના 43 લાખ 5 હજાર 932 કેસ પેન્ડિંગ છે, જેમાંથી સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત જેવાં રાજ્યોનો ક્રમ પણ રાજસ્થાન પછી આવે છે. કેન્દ્રીય કાયદા રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં અશોક કુમાર રાવતના પ્રશ્ર્ન પર લોકસભામાં આ માહિતી આપી હતી. દેશમાં ટ્રાફિકના કેસ અને ચેક બાઉન્સના કેસ ઘણાં બધાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધા માટે અને ટ્રાફિક ચલણના કેસોમાં કામમાં ઝડપ લાવવા માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ચેક બાઉન્સના કેસ માટે કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. ચેક બાઉન્સ કોર્ટ અંગે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી મેઘવાલે પણ…
Ahmedabad, તા.30અમદાવાદ ગ્રામ્યના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં ઘૂસેલા ટોળાં સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગમાં ગયા હતા ત્યારે મહિલા અને પુરુષનું ટોળું આવ્યું હતું. આ તમામ લોકોએ ગટરના ગંદા પાણીના પ્રશ્ન બાબતે નારા લગાવ્યા હતા. એક મહિલાએ ગટરનું ગંદુ પાણી ધારાસભ્ય હાર્દિક પટેલની ઓફિસમાં ઢોળીને ધમકીઓ આપી હતી. જેથી આ મામલે વિરમગામ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પલેક્ષમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું કાર્યાલય આવેલું છે. ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં ભાવેશભાઈ પટેલ કામ કરે છે. શનિવારે ધારાસભ્ય હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગ હોવાથી ત્યાં…
Ahmedabad,તા.30 ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ‘દર્દી’ઓ શોધી તેમના પરાણે એન્જીયોપ્લાસ્ટીની સર્જરી સહિતના ઓપરેશન મારફત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ‘નાણા’ મેળવી લેવા માટે કુખ્યાત ખ્યાતિ હોસ્પીટલ પ્રકરણમાં હજુ અનેક ધડાકા થઈ રહ્યા છે અને ફકત ખ્યાતિ જ નહી ગુજરાતની અનેક હોસ્પીટલોમાં પણ આ પ્રકારે ગોરખધંધા ચાલતા હોવાની માહિતી બહાર આવતા જ અનેક હોસ્પીટલો બ્લેક લીસ્ટેડ થઈ છે. ત્યાં જ હવે આ ખ્યાતિ હોસ્પીટલના સ્થાપક કાર્તિક પટેલનું ખ્યાતિ જમીન કૌભાંડ બહાર આવ્યુ છે અને તેણે ફકત સર્વે નંબરના નકશા પરથી જ અમદાવાદ નજીક સાંતેજ અને આસપાસના વિસ્તારોના 500 થી 1000 ચોરસવારના પ્લોટ વેચી માર્યા હોવાનું અને વાસ્તવમાં તે જમીનની માલીકીથી લઈ કબ્જા અંગે…
Rajkot, તા. 30રાજકોટ સહિત રાજયમાં ગઇકાલ સુધી કડકડતી ઠંડી બાદ 24 કલાકમાં અનેક સ્થળોએ તાપમાન 2 થી 5 ડિગ્રી ઉપર ચડી જતા આજરોજ ઠંડીમાં આંશિક રાહત રહેવા પામી હતી. જોકે નલિયા, રાજકોટ, ભુજ, ગાંધીનગર અને ડિસામાં તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજરોજ સવારે નલિયામાં 6.5, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8 અને ડિસામાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 13.7, અમરેલીમાં 14.2, વડોદરામાં 16.2, ભાવનગરમાં 15.5, દિવમાં 15.8, દ્વારકામાં 16.3, કંડલામાં 13, ઓખામાં 17.6 અને પોરબંદરમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ઉપરાંત જામનગરમાં કોલ્ડવે જેવી સ્થિતિ આજે રહી હતી રવિવારે લઘુતમ તાપમાન નો પારો…
New Delhi,તા.30 ભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે. નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જો કે, પાર્ટીના બંધારણ મુજબ, આ પહેલા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવાની હોય છે. આ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં પણ 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખો બદલવામાં આવશે. સંગઠન ચૂંટણીને લઈને રવિવારે દિલ્હીમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી આ ઉપરાંત આ વર્ષે 25મી ડિસેમ્બરે અટલજીની 100મી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને 25મી ડિસેમ્બર 2025 સુધી સમગ્ર વર્ષ દરમિયાન સુશાસન અને સંવિધાન ઉત્સવ મનાવવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે.…
Melbourne, તા.30ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ સીન જોવા મળ્યો હતો. ટેસ્ટ સદી ફટકારનાર નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યલા રેડ્ડીએ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના ચરણ સ્પર્શ કર્યા હતા. ગાવસ્કર સાથે રેડ્ડી પરિવારની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગાવસ્કરે ભાવનાત્મક રીતે નીતિશના પિતાને ગળે લગાવ્યા હતા. આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ ત્યાં હાજર હતા. ગાવસ્કરે નીતીશના પિતાના સંઘર્ષની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય ક્રિકેટને તેમના બલિદાનથી હીરો મળ્યો છે. નીતિશે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકાર્યા પછી, તેમનો…
New Delhi,તા.30 શુક્રવાર રાતથી શરૂ થયેલા સ્નોફોલના સેકન્ડ રાઉન્ડને લીધે કેદારનાથ અને બદરીનાથમાં બે ફુટ જેટલો બરફ જામી ગયો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘણી જગ્યાએ બરફવર્ષાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી જ હાલત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં પણ છે. આ બન્ને રાજ્યોમાં પણ હીમવર્ષાને કારણે ખાસ કરીને ફસાઈ ગયેલા ટૂરિસ્ટો હેરાન થઈ ગયા છે. અત્યારે સૌથી વધારે ભીડ શિમલા અને મનાલીમાં છે. હિમાચલમાં તો 200થી વધારે રોડ બરફવર્ષાને લીધે બંધ થઈ ગયા હતા, જેમાંથી અમુક ગઈ કાલે શરૂ કરવામાં આવ્યા હતા. કાશ્મીરનું ઍરપોર્ટ અને હાઇવે ગઈ કાલે શરૂ કરી દેવામાં આવ્યાં હતાં.
New Delhi,તા.30 ભારતની સ્પેસ એજન્સી ઈસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી બે સેટેલાઇટ લોન્ચ કરશે. આ સેટેલાઈટ ડોકીંગ અને અનડોકિંગ એટલે કે જોડાવું અને અલગ કરવાનું પ્રદર્શન કરશે. આ મિશન પછી ભારત, અમેરિકા, રશિયા અને ચીન પછી આ ટેક્નોલોજી મેળવનાર ચોથો દેશ બની જશે. ઈસરોનું રોકેટ પીએસએલવી એસડીએક્સ01 અને એસડીએક્સસી-2 નામનાં બે ઉપગ્રહોને અવકાશમાં લઈ જશે. આ સ્પેસ ડોકીંગ પ્રયોગ જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે. અવકાશમાં બે ઉપગ્રહો અથવા સાધનોને જોડીને નવી રચના બનાવવાની આ પ્રક્રિયા છે. તેનાથી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ મળશે. આ જ ટેક્નોલોજીનો ઉપયોગ અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે થાય છે. કેપ્સ્યુલ જેમાં અવકાશયાત્રીઓ સ્પેસ…