Author: Vikram Raval

Ahmedabad,તા.૨ અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા દરમ્યાન બાંકડા પર પોલીસકર્મીઓએ બેસાડ્યો હતો. બાદમાં આરોપીને વોશરૂમ લઈ જતા હતા તે દરમ્યાન ભીડનો લાભ લઈને આરોપી ભાગી ગયો હતો. આ અંગે પોલીસકર્મીએ આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. ખેડા કેમ્પ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં રહેતા માલાભાઈ ભરવાડ ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમજ છેલ્લા ચાર વર્ષથી હેડ ક્વાર્ટર્સમાં કેદી જાપ્તામાં ફરજ બજાવે છે. તાજેતરમાં કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપી પ્રતિક ડાભીને ઝડપીને જેલમાં મોકલ્યો હતો. જેલમાં આરોપીની…

Read More

Ahmedabadતા.૨ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી ૩૫,૭૭,૫૦૦ રૂપિયાની કિંમતનું ૩૫૭.૭૫૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૩૬.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દંપતી ડ્રગ્સ ક્યાંથી લાવતું હતું અને કોને વેચતું હતું તેની તપાસ ચાલી રહી છે. આ આખી ઘટનામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ક્રાઇમ બ્રાંચે વાડજ, અખબારનગર સર્કલ પાસે આવેલી ‘ખત કોલોની’માં રહેતા મૂળ રાજસ્થાનના કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરીના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ તપાસમાં કમલેશ બિશ્નોઈના ખિસ્સામાંથી તેમજ મકાનમાં રહેલા એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી…

Read More

Ahmedabad,તા.૨ ગુજરાતની જીવનરેખા સમાન નદીઓ આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે. તાજેતરમાં ઓક્ટોબર-૨૦૨૫માં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, રાજ્યની કુલ ૨૫ નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હૃદયદ્રાવક હકીકત સામે આવ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યની ૧૦ નદીઓ પ્રદૂષિત હાલતમાં છે, અને તેમાંથી ૪ નદીઓ તો ’પ્રાયોરિટી-૧’ એટલે કે સૌથી અત્યંત પ્રદૂષિત શ્રેણીમાં આવે છે. નદીઓના શુદ્ધિકરણ માટે સરકારે અનેક યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં, પરિણામ સંતોષકારક નથી. આ રિપોર્ટ સૂચવે છે કે નદીઓના શુદ્ધિકરણ પાછળ થયેલો ખર્ચ આખરે પાણીમાં ગયો છે. તપાસ દરમિયાન નદીઓના પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ લેવલ ઘણું વધારે…

Read More

Rajkot.તા.૨ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રદુષણનું પ્રમાણ શહેરના અમુક વિસ્તારોમાં વધ્યું છે. જેને કારણે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. મનપાએ સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ જાહેર કર્યા હતા. જેમાં શરદી-ઉધરસનાં ૧૩૧૪ કેસ અને તાવના ૮૬૫ કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં ૧૯૮ કમળાનાં ૨ અને ડેંગ્યુનાં ૩ સહિત વિવિધ રોગના મળી…

Read More

Ahmedabad,તા.૨ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કરેલી પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં ગુજરાતની દારૂ નીતિ, ડ્રગ્સના વધતા વેપાર, ગુનાખોરી અને ખેડૂતોના પ્રશ્નોને આકરા પ્રહાર સાથે ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોંગ્રેસની ’જન આક્રોશ યાત્રા’ દરમિયાન ગુજરાતની મહિલાઓ દારૂ અને રાજ્યમાં વ્યાપક બની રહેલી ગુનાખોરી અંગે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. ગાંધી અને સરદારની ભૂમિ ગણાતા ગુજરાતના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની અંધારી દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. મહિલાઓ રસ્તાઓ પર આવીને વિરોધ કરી રહી છે, કારણ કે અપરાધીઓને કથિત રીતે સત્તાનું સંરક્ષણ મળી રહ્યું છે.” રાહુલ ગાંધીએ સીધો સવાલ…

Read More

Junagadh તા. ૨       જૂનાગઢ એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ વનસ્પતી જન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા તેમજ રીક્ષા મળી કુલ રૂ. ૧,૫૭,૫૪૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે        જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ, જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા.      …

Read More

Junagadh તા. ૨        જૂનાગઢ બી ડિવિઝન પોલોસ સ્ટેશન વિસ્તારમા મહિલા ફરીયાદીને સોશીયલ મીડીયા મારફત મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક પૈસા કઢાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ બી ડિવિઝન પોલીસે   બોટાદ જીલ્લામાથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.       જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે. પટેલની રાહબરી હેઠળ મહિલા, બાળકો વિરુધ્ધના ગુન્હાઓ બનતા અટકાવા તેમજ આવા ગુન્હાના ગુન્હેગારોને સત્વરે પકડી પાડવા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય, દરમ્યાન બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જુનાગઢ ખાતે ફરીયાદીને સોશીયલ મીડીયા મારફત મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક રૂ. ૧૫૦૦ કઢાવી…

Read More

Amreli તા.02                  રાજયભરમાંથી ગુમ થયેલ કે અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે ગત તા.૧૮/૧૧થી તા.૨/૧૨ દિવસ સુધી દિવસ ૧૫ ની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ આ ખાસ ઝુંબેશ અન્વયે અમરેલી જિલ્‍લામાંથી ગુમકે અપહરણ થયેલ મહિલા અથવા પુરૂષોને શોધી કાઢવા અમરેલી જિલ્‍લા પોલીસને જરૂરી સુચના આપેલ હતી.            જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા લાઠી પોલીસ સ્‍ટેશનમાં જાહેર થયેલ ગુમ જાણવા જોગ નં. ૧/૨૦૧૧ તા.૨૩/૩/૧૧ મુજબના આજથી ૧૪ વર્ષથી ગુમ થયેલ મહિલા તથા બાળકીઓને આ ડ્રાઇવ દરમિયાન…

Read More

Jetpur,તા.02 ક્ષણિક આવેશમાં ભરાયેલું પગલું ભારે પડ્યું: જેતપુર:જેતપુરમાં ઘરકંકાસથી તંગ આવી યુવકે ઝેરી દવા ગટગટાવી લીધીજેતપુર શહેરમાં પારિવારિક કલેશ અને ઘરકંકાસના બનાવો હવે ચિંતાજનક હદે વધી રહ્યા છે. સામાજિક સહનશક્તિ ખૂટતી હોય તેમ આજે બપોરે વધુ એક પરિણીત યુવાને ઘરકંકાસમાં પોતાની જિંદગી હોમી દીધાનો બનાવ નોંધાયો છે.ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના ફકીર વાડામાં આવેલા ગોદરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ દાનજીભાઈ મકવાણાએ આજે બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે પોતાના જ ઘરે ઝેરી પ્રવાહી પી લીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલજીભાઈ ને છેલ્લાં થોડા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. રોજિંદા કજિયાથી કંટાળી જઈને તેમણે આવેશમાં આવી જઈ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું…

Read More

 સરકાર રાતોરાત નોટબંધી કરી શકે તો દારૂબંધી કેમ નહીં? મહિલાઓનો તંત્ર સામે વેધક સવાલ  જો પોલીસ નહીં સાંભળે તો ગાંધીનગર સુધી જઈશું: રોષે ભરાયેલી મહિલાઓની ચીમકી Jetpur,તા.02 જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગરમાં દેશી દારૂના દુષણને ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડતા આખરે મહિલાઓએ કાયદો હાથમાં લીધો છે. સ્થાનિક મહિલાઓએ સતત બીજા દિવસે રણચંડી બનીને દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. મહિલાઓએ રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે પોલીસ બુટલેગરોને પકડે છે પરંતુ માત્ર અડધી કલાકમાં જ છોડી મુકે છે, જેના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. બનાવની વિગત મુજબ, ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું…

Read More