Surendranagar,તા.24
સુરેન્દ્રનગર જીલ્લામાં વ્યાજખોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના એ-ડિવીઝન પોલીસ મથકે સુથારીકામ કરતા શખ્સે એક વ્યાજખોર સામે જાનથી મારી નાંખવાની ધમકી તેમજ માનસીક ત્રાસ આપી ઝેરી દવા પીવા પર મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના નવા જંકશન રોડ પર વિવેકાનંદ-૧ સોસાયટીમાં રહેતા અને સુથારીકામ કરતા ફરિયાદી કિરણભાઈ અમૃતલાલભાઈ વડગામાએ તેમની સામેની શેરીમાં રહેતા શખ્સ નિલેશભાઈ રબારી તથા અજીતભાઈ ભરવાડ જે બન્ને સાથે ભાગીદારીમાં ફર્નિચરનું કારખાનું શરૂ કરવાનું હોવાથી વર્ષ ૨૦૨૨માં વ્યાજપેટે ૧૫.૫ લાખ રૂપિયા લીધા હતા અને મહિનાનું ૧૮% વ્યાજ ભરવાનું નક્કી કર્યું હતું અને જામીન પેટે ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. રૂપિયા લીધા બાદ સમયસર વ્યાજ ચુકવી અંદાજે રૂા.૧૭ લાખ ચુકવી દીધા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી ધંધો સારો ચાલતો ન હોવાથી વ્યાજ ચુકવી શક્યા નહોતા આથી નિલેશભાઈએ ફરિયાદી પાસે વ્યાજ સાથે રૂા.૪૧ લાખની કડક ઉધરાણી કરી અવાર-નવાર ઘરે તેમજ કારખાને આવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉધરાણી કરતા હતા તેમજ તાજેતરમાં ફરિયાદીને શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ પાસે રોકી ઉધરાણી કરી ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતીજે બાબતનું લાગી આવતા માનસીક ત્રાસથી કંડાળી ફરિયાદીએ બહારથી લીલા કલરની પ્લાસ્ટીકની સીસી વાળી ઝેરી દવા ખરીદી તેના બે-ત્રણ ઘુંટડા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે નિલેશભાઈ રાજાભાઈ રબારી રહે.વિવેકાનંદ-૧, નવા જંકશન રોડવાળા સામે જાનથી મારી નાંખવાની મકી તેમજ ઝેરી દવા પીવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ પાસ હાથધરી છે.