Navsari,તા.૧૯
નવસારીમાં એક માછીમાર પાસેથી ૧૫ હજાર રૂપિયાની લાંચ લેતા નવસારીના આસિસટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણની છઝ્રમ્ની ટીમે ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીના પિતાજી માછીમારનો ધંધો કરતા હોય અને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ્યું હતું.
જેની સરકાર તરફથી ધારા ધોરણ મુજબ સબસીડી મળતી હોય, જે મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી દિપકકુમાર ચૌહાણે રૂ.૫૦૦૦/- તેમજ બોટની માલિકીનુ નામ પિતાના નામથી ફરીયાદીના નામે ટ્રાન્સફર કરવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જેને આધારે છઝ્રમ્ની ટીમે મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી બિલ્ડીંગ, બીજો માળ, આક્ષેપિતની ઓફિસની બહાર, બિલ્ડીંગ ની લોબીમાં નવસારી ખાતે જાળ બિછાવી લાંચ લેતા આરોપીની ધરપકડ કરી હતી.