આજના યુગમાં મોટાભાગના લોકોને પ્રાણીઓનો ઉછેર કરવો ગમે છે. કેટલાકને કૂતરો પાળવો ગમે છે, જ્યારે કેટલાકને ઘોડો, બિલાડી, વાંદરો, ગાય અને ભેંસ પાળવામાં મજા આવે છે. આ એટલા માટે છે કારણ કે પાલતુ પ્રાણી તમારી સાથે રહેવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે. આ સાથે જ પ્રાણીઓ રાખવાથી મનને ઘણી શાંતિ મળે છે. આ કારણોસર તમારા પાલતુ સાથેના તમારા સંબંધની ઉજવણી કરવા માટે દર વર્ષે 11મી એપ્રિલે ‘નેશનલ પેટ્સ ડે‘ ઉજવવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો તેમના પાલતુ પ્રાણીઓની સંભાળ રાખે છે પરંતુ રસ્તા પર રખડતા પ્રાણીઓ પર કોઈ ધ્યાન આપતું નથી. આ દિવસ આવા પ્રાણીઓને પ્રેમ કરવા અને તેમની સંભાળ રાખવા માટે પણ જાગૃત કરે છે. એનિમલ વેલ્ફેર એડવોકેટ અને નિષ્ણાત કોલીને 11 એપ્રિલ, 2006ના રોજ ‘નેશનલ પેટ્સ ડે‘ ની શરૂઆત કરી હતી.
“નેશનલ પેટ ડે” નો ઇતિહાસ શું છે.
કોલીન પેજે વર્ષ 2006માં ‘નેશનલ પેટ્સ ડે‘ ઉજવવાનું શરૂ કર્યું હતું. એનિમલ વેલ્ફેર એડવોકેટ અને નિષ્ણાત કોલીને 11 એપ્રિલે પાલતુ પ્રાણીઓ સાથેના સંબંધોની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય પેટ્સ દિવસની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 11 એપ્રિલે, અમેરિકામાં નેશનલ પેટ્સ ડે ઉજવવામાં આવે છે.
આ દિવસ મુખ્યત્વે અમેરિકામાં જ ઉજવવામાં આવે છે. પરંતુ ભારત સહિત અન્ય દેશોમાં આ દિવસની લોકપ્રિયતા વધી રહી છે અને લોકો આ દિવસની ઉજવણી કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
નિષ્ણાતો માને છે કે ઘરમાં પ્રાણી રાખવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થઈ શકે છે. ઘરમાં પ્રાણીઓની હાજરી હૃદય અને મનને શાંતિ આપવાનું કામ કરે છે. આટલું જ નહીં, પાલતુ પ્રાણી તમને સંબંધનો અહેસાસ કરાવે છે. આ સાથે, તેઓ એકલતા અને તણાવને દૂર કરવામાં પણ સારી ભૂમિકા ભજવે છે. જો જોવામાં આવે તો આ વાત પણ એકદમ સાચી લાગે છે. કદાચ આ જ કારણ છે કે પ્રાણીઓને ઘરમાં રાખવાનું ચલણ વધી રહ્યું છે.
નેશનલ પેટ ડે ( પાળતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો દિન ) એ કોઈ ફક્ત ઉજવણીનો દિવસ નથી. પશુ-પક્ષીઓ માટે આપણે શું કરી શકીએ તેનો વિચાર કરવાનો દિવસ છે. દરેક પશુ-પક્ષીઓ માટે હમેશા દયા દાખવવી એ આપણો માનવતાનો ધર્મ છે .
-મિતલ ખેતાણી ( 98242 21999 )