Surendranagar ,તા.૩૦
ગુજરાતમાં રોડ-રસ્તાની સાથે અધતન માળખાકીય સુવિદ્યાઓ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરી દ્વારા વધુ એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી માહિતી આપી છે. જે મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ના લીંબડી-ધ્રાંગધ્રા વિભાગને પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશન સાથે ૨-લેન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૧ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગ્રેશન સાથે ૨ લેનમાં અપગ્રેડ કરવા માટે ૧૦૦૧.૪૨ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે. આ પ્રોજેક્ટ કોરિડોર સૌરાષ્ટ્ર ક્ષેત્ર અને ગુજરાતના કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે અને બે મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ-વિરમગામ-માળીયા (જીૐ-૭) અને અમદાવાદ-રાજકોટ (દ્ગૐ-૪૭) વચ્ચે ઇન્ટર કોરિડોર રૂટ તરીકે કામ કરે છે.
જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ રસ્તાને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ભૌમિતિક સુધારાઓ સહિત સલામતીના કાર્યો સાથે પેવ્ડ શોલ્ડર સાથે ૨-લેનમાં અપગ્રેડ કરાશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.