Surat,તા.૮
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામુહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતનો કિસ્સો બન્યો છે. સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ૩૦ વર્ષીય પુત્રએ માતાપિતા સાથે આપઘાત કર્યો ચે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે. આર્થિક સંકડામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું. ૫૦ વર્ષીય માતા-પિતા અને ૩૦ વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા.
અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘરમાંથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું. લેણદારો હેરાન કરતા હતા, જેથી આખા પરિવારે આપધાત કર્યો.