Vadodara,તા.16
વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે ફરી એક વાર લાકડાના પીઠામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.
બે દિવસ પહેલા ડભોઇ રોડના લક્કડપીઠામાં આગ લાગતા ત્રણ ગોડાઉન ખાક થયા હતા. જ્યારે ગેસના સિલિન્ડર બહાર કાઢી લેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં આગનું કારણ હજી જાણી શકાયું નથી અને પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધીવાળીઆજે વહેલી સવારે આ રોડ પર ભારતવાડી ખાતે આવેલા વધુ એક લાકડાના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગતા લાકડાનો મોટો જથ્થો આગમાં લપેટાયો હતો. જોકે ફાયર બ્રિગેડની મદદ સમયસર મળી રહેતા એક કલાકના ગાળામાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આમ શહેરના ગીચ વિસ્તારમાંથી ડભોઇ રોડ પર લઈ જવામાં આવેલા લક્કડપીઠામાં પણ હવે આગના બનાવો બની રહ્યા છે.