Rajkot, તા.૪
કચ્છ જીલ્લા કલેકટરપદે ફરજ બજાવતા (રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશ્નર)અમિત અરોરાની રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા બદલીનો આદેશ કરી અરોરાના સ્થાને નાણા વિભાગમાં કાર્યરત આનંદ બી.પટેલને કચ્છ જીલ્લા કલેકટરપદે નિયુકત કરવામાં આવેલ છે.
અમિત અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટકર્તા પદે નિયુકત કરાયા છે. એસ.ઓ.યુ.ના વિકાસ માટેની તમામ સત્તાઓ અરોરાને સોંપવામાં આવેલ છે.