Junagadh, તા. 7
વંથલી તાલુકાના આબા ગામની સીમમાં દારૂની હેરાફેરી આબા ગામનો અબ્દુલ સાંઘ તથા ડુંગરપુરના લાખા મોરી કરતા હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે દોડી જઇ તપાસ કરતા બિનવારસુ અલ્ટ્રો કાર નં. જીજે11 બીએચ 5839 નજરે પડતા તેની તલાસી લેતા તેમાંથી 13 પેટી, બોટલ નંગ 1પ6 કિંમત રૂા. 989પરનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત રૂા. ર,98,9પરનો મુદામાલ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Vanthali ની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી
