Amreli,તા.03
અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે દિપડાના હુમલાની ઘટના બની હતી. કંટાળા ગામે વાડીમાં સુતેલા એક ખેડૂત પર દિપડાએ કર્યો હુમલો કર્યો હતો. દિપડાએ હુમલો કરતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. ત્યારે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરુ મુકવામાં આવ્યું હતુ. વનવિભાગે હુમલાખોર દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો