London,તા.07
નાણાકીય ક્ષેત્રે કલાસીક ગણાતા પુસ્તક ‘રીચ ડેડી પુઅર ડેડી’ના લેખક રોબર્ટ કિયોસાકીએ હાલમાં જ એક સોશ્યલ મીડીયા પોષ્ટમાં જાહેર કર્યુ કે આપણે મંદીમાં પ્રવેશી ગયા છીએ. તેમણે દાવો કર્યો કે 2012માં મારા પુસ્તકમાં જ મે આ ચેતવણી આપી દીધી છતાં પણ હજું મોડું થયું નથી.
તેણે હવે રિયલ એસ્ટેટ, સોના, ચાંદી અને ક્રિપ્ટો કરન્સીમાં એટલે કે શેરબજાર બહાર રોકાણ કરવાની સલાહ આપી છે. મંદીમાં પણ તમો ધનવાન થઈ શકો છો પસંદગી તમારી છે પણ મંદી ટાળી શકાશે નહી.
અમેરિકી ફાયનાન્સીયલ એજન્સી જે.પી.મોર્ગને પણ હવે દુનિયામાં મંદીની શકયતા 40%માંથી 60% થઈ ગઈ હોવાનું જણાવ્યુ હતું. તેઓ કહે છે કે કંપનીઓના નફા ઘટશે. ટેરીફથી મોંઘવારી વધશે. જેના કારણે લોકોની ખરીદશક્તિ ઘટશે. બજારમાં માંગ ઘટશે. જેનાથી અર્થવ્યવસ્થાની ગતિ પણ ધીમી પડી જશે. આમ રીકરીંગ અસર થશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા ટેરીફ વોટમાં જયારે સમગ્ર વિશ્વ વ્યાપાર અને અર્થતંત્રો પણ અનિશ્ચિતતાની સ્થિતિમાં ધકેલાયા છે તે સમયે ખુદ ટ્રમ્પ તેમના નિશ્ચિત શેડયુલ મુજબ ફલોરીડામાં તેમના ગલ્ફ કોર્પ પર આ સ્ટીક-બોલની રમતનો આનંદ માણી રહ્યા છે અને વિશ્વમાં હવે અનેક દેશો જેને ટ્રમ્પના ટેરીફથી સૌથી વધુ સહન કરવાનું છે.
તેઓ પોતાની પોઝીશન પણ બનાવવા લાગ્યા છે અને અમેરિકી ટેરીફથી હવે મંદીના ભણકારા પણ શરૂ થયા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હવે તેના જૂના દોસ્ત અમેરિકા સામે નવી રણનીતિ તૈયાર કરી છે અને આવતીકાલે તેની જાહેરાત કરશે. તેઓએ કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિકરણ (ગ્લોબલાઈઝેશન)ની સ્થિતિ બની હતી તેનો હવે કોઈ અર્થ જ રહ્યો નથી અને તેનાથી લોકોને ફાયદો પણ મળવાનો નથી.
અમેરિકાએ પોતાની શરતોએ જે રીતે વિશ્વવ્યાપાર ગોઠવવાની તૈયારી કરી છે. તેમાં એક મહત્વના પગલામાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં તેનું યોગદાન ખત્મ કરી દીધુ છે અને હવે વિશ્વના બીજા દેશો પણ તેમ કરશે. બ્રિટીશ વડાપ્રધાને કહ્યું કે દુનિયામાં હવે આયાત-નિકાસ નહી ડોમેસ્ટીક પ્રોડકશન વધારવાની હૌડ લાગશે.
અમેરિકી ટેરીફની અસર દેખાવા લાગી છે તે વચ્ચે સિંગાપુરમાં સૌથી ઓછા 10% ટેરીફ હોવા છતાં પણ ત્યાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કારણ કે સિગાપુર, પુણે ટ્રેડ પર આધારિત અર્થતંત્ર ધરાવે છે. સિંગાપુરની શિપીંગ-લોજીસ્ટીંગ કંપનીઓ માટે તો પાટીયા પાડવા જેવી સ્થિતિ આવશે. ચીને કોઈ ચિંતા વગર જ વળતો ટેરીફ ઝીકીને અમેરિકાને વધુ છંછેડયુ છે.
ચીને જાહેર કર્યુ છે કે ટ્રમ્પની આ ધમકીની અમારા પર કોઈ અસર થશે નહી. ફ્રાન્સે હવે અમેરિકા સાથેના વ્યાપારની પુન: સમીક્ષા શરૂ કરી છે. તેઓએ એ પણ આગાહી કરી છે કે ટ્રમ્પ ટેરીફ અમેરિકાનેજ ગરીબ અને કમજોર બનાવ્યો.
યુરોપના દેશોએ પણ અમેરિકી ટેરીફનો જવાબ આપવા આજે તાકીદની બેઠક બોલાવી છે. કેનેડાએ અગાઉ જ અમેરિકા સામે વળતા જાહેરાત કરી છે. બ્રાઝીલની સંસદે પણ અમેરિકાના ટેરીફ સામે વળતા ટેરીફ લાદવા દેશની સરકારને સતા આપી છે.