American,તા.09
આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબેકોના આઇસક્રીમ્સ પણ મળે છે.જોકે અમેરિકાની એક કંપનીએ બ્રેસ્ટ-મિલ્કનો આઇસક્રીમ લોન્ચ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકન કંપની ફિડાએ બાળક માટે બહુ જ મહત્ત્વના બ્રેસ્ટ-મિલ્કની ફ્લેવરનો આઇસક્રીમ તૈયાર કર્યો છે.કંપનીનું કહેવું છે.કે, આ એક એવી ચીજ છે જે દરેક વ્યક્તિએ ટેસ્ટ કરી છે, પરંતુ આ રિયલ ફ્લેવર કદી યાદ નથી હોતી. માના દૂધની ફ્લેવર બાળકોને બહુ જ ગમતી હોય છે, પરંતુ મોટા થયા પછી એ ફ્લેવર ભુલાઈ જાય છે.
જે ચીજે આપણને આટલું પોષણ આપ્યું એને એમ કેમ ભૂલી જવાય? જોકે જયાં નવજાત શિશુઓને જ પૂરતું માનું દૂધ મળી નથી રહેતું ત્યાં બ્રેસ્ટ-મિલ્કનું કમર્શિયલાઇઝેશન કરવું કેટલું યોગ્ય?એ સવાલ હેઠળ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વંટોળ જાગ્યો. કદાચ કંપનીએ વંટોળ જગાવવા જ આ કામ કર્યું હશે. કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આ આઇસક્રીમની ફ્લેવર જ છે, એ રિયલ બ્રેસ્ટ-મિલ્કમાંથી નથી બનવાનો.બ્રેસ્ટ-મિલ્ક મીઠું, થોડુંક નટી અને થોડુંક નમકીન ફ્લેવરનું હોય છે. આ ફ્લેવર માટે ફોર્મ્યુલા મિલ્ક અને ઑમેગા-3 ફેટી ઍસિડનો ઉપયોગ કરવામાં આવશે જે બ્રેઇન માટે પણ પોષક છે.