Washington તા.5
અમેરિકાએ ટ્રમ્પ પ્રશાસને ગેરકાયદે પ્રવાસીઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓના પ્રથમ જૂથને અમેરિકાથી ભારત રવાના કરવામાં આવ્યું હતું.
એક અહેવાલ મુજબ લગભગ 18 હજાર ગેરકાયદે ભારતીય પ્રવાસીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે. આ બધાને ભારત મોકલવાની યોજના પર પણ બન્ને દેશો સહમત થઈ ચૂકયા છે. લગભગ 40 વિમાનોથી તેમને ભારત મોકલવામાં આવશે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર કહી ચૂકયા છે કે ભારત માત્ર અમેરિકા જ નહીં, બલકે દુનિયાભરમાં રહેતા ભારતીય નાગરિકોની ‘કાનૂની વાપસી’ માટે તૈયાર છે. વિદેશ મંત્રાલયે 24 જાન્યુઆરીએ અમેરિકા સાથે ભારતીયોની વાપસી પર ચર્ચા કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની વડાપ્રધાન મોદી સાથે ગેરકાયદે ઈમીગ્રેશનના મુદ્દે ચર્ચા થઈ છે. મોદીએ તેમને આશ્ર્વાસન આપ્યુ છે કે ગેરકાયદે પ્રવાસીઓને પાછા મોકલવાના મામલે ભારત એ જ કરશે જે ખરું હશે.
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલમાં ખુલાસો
અમેરિકામાં 2023 માં 90 હજારથી વધુ ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ હતા
વોશીગ્ટન (અમેરીકા): અમેરીકી સરકારના આંકડાનો હવાલો આપીને ન્યયુયોર્ક ટાઈમ્સએ એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે 2023 માં લગભગ 90 હજાર ભારતીયોની ધરપકડ કરાઈ હતી તેમણે ગેરકાયદે યુએસએસમાં પ્રવેશ કર્યો હતો.
આકેટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં 96.917 ભારતીયોને ડોકયુમેન્ટ વિના અમેરિકામાં પ્રવેશના કારણે પકડવામાં આવ્યા હતા. કોરોના બાદ જયારે કોરોના બાદ સીમાઓ ખુલી અમેરીકામાં ડોકયુંમેન્ટ વિનાના ભારતીયોની સંખ્યા વધી ગઈ હતી.
ટ્રમ્પ પાછા ધકેલે છે ત્યારે પણ અમદાવાદનાં વીઝાવાળા હનુમાનમાં લોકોની અતૂટ શ્રધ્ધા!
વીઝા આવેદકો પાસપોર્ટ હનુમાનજી સામે રાખે છે
અમદાવાદ તા.5 : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા ધકેલી રહ્યા છે તેમ છતાં આસ્થાનાં જોરે અમેરીકા જવાની આશા ભારતીયો ગુમાવતા નથી! ટ્રમ્પના વીઝા ફેસલા પછી પણ અમદાવાદનાં ચમત્કારી હનુમાન મંદિરમાં ભીડ ઉમટતી રહે છે.
વીઝા આવેદકો પાસપોર્ટને હનુમાનજી સામે રાખી રહ્યા છે.આ મંદિર દુનિયાભરમાં વીઝા વાળા હનુમાનજીના મંદિરના નામથી પ્રસિધ્ધ છે. મંદિરના પુજારી વિજય ભટ્ટે કહ્યું હતું કે અનેક લોકો વીઝા મંજુરી માટે અન્ય રાજયમાંથી પણ આવે છે.