Allu Arjun’s Pushpa-2 The Rule આજથી નેટફ્લિક્સ પર

Share:

Mumbai,તા.30
ચાહકો આતુરતાથી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રુલ’ ની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યાં હતાં.  તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર નેટફ્લિક્સ ઈન્ડિયાએ એક પોસ્ટ શેર કરી, પુષ્ટિ કરી હતી કે આ પુષ્પા  2 ટૂંક સમયમાં ઓટીટી પર રીલીઝ કરવામાં આવશે.

તે પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, પુષ્પા 2 ફક્ત મલયાલમ, તેલુગુ, કન્નડ અને તમિલ ભાષાઓમાં જ રિલીઝ થશે. આ પોસ્ટ જોયાં પછી ચાહકો નારાજ થયાં હતાં.

ચાહકોએ કહ્યું કે, પુષ્પા 2 હિન્દી ભાષા સાથે નેટફ્લિક્સ પર રીલીઝ થવી જોઈએ. ચાહકોની માંગ જોઈને, નિર્માતાઓએ હિન્દી ભાષા સાથે ઓટીટી પર પુષ્પા 2 રીલીઝ કરી છે. તેમણે થોડી કલાકો પહેલાં જ આ નિર્ણય લીધો હતો.

પુષ્પા 2 ઘણી ભાષાઓમાં રજૂ કરવામાં આવી 
28 જાન્યુઆરીએ નેટફ્લિક્સ ભારત દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, પુષ્પા 2 ના સંસ્કરણમાં 23 મિનિટનાં વધારાનાં ફૂટેજ સાથે નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં આવશે અને આ ફિલ્મ મલયાલમ, તેલુગુ, કન્નડ અને તમિલ ભાષાઓમાં રજૂ થશે.

આ પોસ્ટમાં હિન્દી ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જેણે ચાહકોને નારાજ કર્યા હતાં. પોસ્ટ પર ટિપ્પણી કરતાં ચાહકોએ માંગ કરી કે પુષ્પા 2 હિન્દી ભાષામાં પણ રીલીઝ કરવામાં આવે અને નેટફ્લિક્સે આ માંગ પ્રમાણે પુષ્પા 2 ને તેલુગુ તમિલ, મલયાલમ અને હિન્દી ભાષામાં રીલીઝ કરવામાં આવી છે . 

નિર્માતાઓએ થોડી કલાકો પહેલાં જ નિર્ણય બદલ્યો 
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયાં પછી, નિર્માતાઓએ નિર્ણય રાતોરાત બદલ્યો અને પુષ્પા 2 ને હિન્દી ભાષા સાથે રીલીઝ કરવાનું નક્કી કર્યું.  બીજી પોસ્ટ શેર કરતી વખતે, નેટફ્લિક્સ ઇન્ડિયાએ લખ્યું, ’પુષ્પા 2 નું લાંબુ સંસ્કરણ તેલુગુ, હિન્દી, તમિલ અને, મલયાલમ ભાષાઓમાં 23 મિનિટનાં વધારાનાં ફૂટેજ સાથે રજૂ કરવામાં આવી છે.

લાંબુ સંસ્કરણ શું છે ? 
5 ડિસેમ્બર, 2024 ના રોજ, પુષ્પા 2 ને ગયાં વર્ષે થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. તે સમયે ફિલ્મનો સમયગાળો 3 કલાક અને 20 મિનિટનો હતો. 17 જાન્યુઆરી, 2025 ના રોજ, નિર્માતાઓએ આ ફિલ્મ 23 -મિનિટનાં વધારાનાં ફૂટેજથી રજૂ કરી હતી. આ ફરીથી રીલીઝ કરેલાં સંસ્કરણમાં 23 મીનીટના વધારાનાં કારણે પુષ્પા 2 ની અવધિ 3 કલાક અને 44 મિનિટની થઈ છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *