વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર રોબિન હૂડમાં એક નાનકડો રોલ કર્યો છે
Mumbai તા.૭
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે ભલે આ ટૂર્નામેન્ટમાં જોવા ન મળે, પરંતુ તે પોતાને ભારતથી દૂર રાખી શક્યો નથી. વોર્નર ભારતીય સિનેમાનો મોટો ફેન્સ છે અને તે ટૂંક સમયમાં અહીં ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
વોર્નર સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો મોટો ફેન છે. બુટ્ટા બોમ્મા ગીત પર આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજના ડાન્સને કોઈ ભૂલી શક્યું નથી. વોર્નર બાહુબલી અને ઇઇઇ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે એક જાહેરાતમાં પણ જોવા મળ્યો હતો. વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર ’રોબિન હૂડ’માં એક નાનકડો રોલ કર્યો છે, જેમાં અભિનેતા નીતિન મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મના નિર્માતાઓમાંના એક વાય રવિશંકરે આ વાતનો ખુલાસો કર્યો છે. જી.વી. પ્રકાશની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કિંગ્સ્ટનના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એન્કરે નિર્માતાને તેની ફિલ્મ રોબિનહૂડ વિશે અપડેટ માટે પૂછ્યું. આના જવાબમાં રવિશંકરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ફિલ્મમાં કેમિયો કર્યો છે. નિર્માતાએ તરત જ ડિરેક્ટર વેંકી કુડુમુલાની તેમની પરવાનગી વિના માહિતી જાહેર કરવા બદલ માફી માંગી. તેમણે કહ્યું કે, “અમે ડેવિડ વોર્નરને ’રોબિન હૂડ’ સાથે ભારતીય સિનેમામાં લોન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ.”
સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેના જોડાવાને કારણે તેલુગુ રાજ્યોમાં ફેન્સના વોર્નરે ઘણીવાર તેલુગુ સિનેમાની પ્રશંસા કરી છે. વૈકુંઠપુરરામુલુ અને પુષ્પા પર ડાન્સ કરતા વોર્નરના વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલ્સે તેની લોકપ્રિયતાને વધુ મજબૂત બનાવી છે. વોર્નરે સપ્ટેમ્બર ૨૦૨૪માં ફિલ્મના ઓસ્ટ્રેલિયા શેડ્યૂલ દરમિયાન તેના કેમિયો માટે શૂટિંગ કર્યું હોવાનું કહેવાય છે.
રોબિન હૂડ શરૂઆતમાં ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મને અણધાર્યા વિલંબનો સામનો કરવો પડ્યો. હવે તે ૨૮ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રીલીલા લીડ રોલમાં છે. તે પુષ્પા ૨ માં ’કિસિક’ ગીતમાં જોવા મળી હતી.