‘Raktabrahmand’માં અલી ફઝલ ગાદી સંભાળશે

Share:

અલી ફઝલ ‘રક્ત બ્રહ્માંડ’માં એક શક્તિશાળી રાજાનું પાત્ર ભજવે છે, જેના રાજ્ય સામે અલગ પ્રકારના પડકારો છે

Mumbai, તા.૩૧

‘મિર્ઝાપુર’માં ભલે ગુડ્ડુ ભૈયાને ગાદી સુધી પહોંચવા સંઘર્શ કરવો પડ્યો હોય પરંતુ હવે નવા આવનારા પ્રોડક્શન ‘રક્ત બ્રહ્માંડ’માં અલી ફઝલ ગાદી સંભાળશે. આ એક એવી કાલ્પનિક દુનિયાની વાત છે, જેમાં ખૂની ખેલનું સાક્ષી બનતું રાજ્ય છે, તેનું પ્રોડક્શન ‘ધ ફેમિલી મેન’ર અને ‘સિટાડેલ’ના રાજ એન્ડ ડિકે સંભાળી રહ્યા છે. તેમજ ‘તુંબાડ’ જેવી કલ્ટ ફિલ્મના ડિરેક્ટર રાહી અનિલ બર્વે દ્વારા આ વાર્તા ડિરેક્ટ કરવામાં આવશે. અલી ફઝલ ‘રક્ત બ્રહ્માંડ’માં એક શક્તિશાળી રાજાનું પાત્ર ભજવે છે. જેના રાજ્ય સામે અલગ પ્રકારના પડકારો છે. અલી ફઝલ એક બહુપ્રતિભાશાળી કલાકાર હોવાથી તે આ પાત્રને પણ ઊંડાણપૂર્વક અને સુંદરતાથી ભજવે તેવી અપેક્ષા છે. આ રોલમાં તેણે એક બુદ્ધિશાળી અને ચતુર રાજાનું પાત્ર ભજવવાનું છે. તેથી અલી ફઝલ આ પ્રોજેક્ટ માટે પહેલી પસંદ હતો. જ્યારે રાહિ અનિલ બર્વે આ પહેલાં લોકકથા પર એક ડાર્ક ફિલ્મ બનાવી ચૂક્યા છે. હવે ‘રક્ત બ્રહ્માંડ’  સિરીઝમાં એક મોટા બજેટની વાર્તા કહેવા જઈ રહ્યા છે. જેઓ આ સિરીઝ માટે એક કાલ્પનિક વિશ્વ તૈયાર કરશે, જે આજ સુધી કોઈ ભારતીય સિરીઝમાં જોવા મળ્યું નથી. પ્રોડ્યુસર્સ રાજ એન્ડ ડીકે આ સિરીઝ માટે ઘણા ઉત્સાહી છે. તેમના દ્વારા જાહેર કરાયેલાં નિવેદનમાં તેમણે જણાવ્યું હતું, “આ પ્રકારનું કામ પહેલાં ક્યારેય થયું નથી, તે અમારા માટે વધુ ઉત્સુકતાની વાત છે. અમારો હેતુ એક અવું વિશ્વ સર્જવાનો છે જે આપણે બાળપણમાં સાંભળેલી વાર્તાઓ જેવું કાલ્પનિક હોય તેમ છતાં તે વાસ્તવિક પણ લાગે. આ અલગ કલ્પનાને જીવંત બનાવવા માટે અમારી રાહી અને સીતા સહીતની ટીમ ઘણી મહેનત કુરી રહી છે. નેટફ્લિક્સ માટે કામ કરવાનો અમારો અનુભવ પણ ઘણો સારો રહ્યો છે.” આ શોમાં આદિત્ય રોય કપૂર, સમંથા રુથ પ્રભુ, વામિકા ગબ્બી અને જયદીપ આઈાવત સહીતના કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *