Ajay Devgnની ‘દૃશ્યમ ૩’ આવશે, ઓગસ્ટમાં શૂટ શરૂ થશે

Share:

૨૦૧૫માં પહેલી વખત અજય દેવગન વિજય સલગાંવકર તરીકે મોટા પડદે જોવા મળ્યો હતો

Mumbai, તા.૨૬

અજય દેવગને ફરી એક વખત ‘દૃશ્યમ ૩’ સાથે વિજય સલગાંવકર તરીકે મોટા પડદે પાછા આવવાની તૈયારી કરી લીધી છે. આ ફિલ્મને અભિષેક પાઠક ડિરેક્ટ કરશે. ૨૦૧૫માં પહેલી વખત અજય દેવગન વિજય સલગાંવકર તરીકે મોટા પડદે જોવા મળ્યો હતો. તેના સાત વર્ષ પછી ‘દૃશ્યમ ૨’ આવી હતી, તેની સફળતા પછી ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી. હવે ૨૦૨૫માં આ ફિલ્મના ત્રીજા ભાગનું શૂટ શરૂ થવાનું છે. આ વખતે ફરી એક વખત અજય દેવગન અને અભિષેક પાઠકની જોડી કમાલ કરશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર અજયને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમી છે,“અજયે જુલાઈ-ઓગસ્ટમાં બીજી ફિલ્મો પુરી કરવાના વચન આપ્યાં હતાં, પરંતુ હવે તેણે‘દૃશ્યમ ૩’ને પ્રાથમિકતા આપવા માગે છે. થોડાં અઠવાડિયાઓ પહેલાં ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર્સ અજય દેવગનને મળવા માટે ગયા હતા અને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. તેને ફિલ્મના ટિવ્સ્ટ્‌સ અને ટર્ન્સ બહુ ગમ્યા છે. તેથી હવે તે વિજય સલગાંવકર તરીકે પાછો ફરવા ઉત્સુક છે.”સૂત્રએ આગળ જણાવ્યું કે આ ફિલ્મનું કામ શરૂ કરતાં પહેલાં અજય દેવગન ‘દે દે પ્યાર દે ૨’, ‘ધમાલ ૪’ અને ‘રેન્જર’નું શૂટિંગ પૂરું કરશે. ‘દે દે પ્યાર દે’નું શૂટિંગ હાલ ચાલુ છે. માર્ચના પહેલા અઠવાડિયે ‘ધમાલ’નું શૂટ શરૂ થશે અને તેના પછી મેમાં ‘રેન્જર’નું શૂટિંગ કરશે. સૂત્રએ જણાવ્યું,“અજય ૨૦૨૫ના અંત સુધી ‘દે દે પ્યાર દે ૨’, ‘ધમાલ ૪’, ‘રેન્જર’ અને ‘દૃશ્યમ ૩’માં વ્યસ્ત છે. તેને આ ફિલ્મો સારી ચાલશે એવો વિશ્વાસ છે કારણ કે તે આ ફિલ્મો દ્વારા દર્શકોને અલગ અલગ જોનરની ફિલ્મો કરી રહ્યો છે.”મહત્વની વાત એ છે કે ‘દૃશ્યમ ૩’ પછી તેની ‘ગોલમાલ ૫’ આવશે, હાલ તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. તેથી આ ફિલ્મની રિલીઝ અંગે હજુ કશુ નિશ્ચિત નથી. પરંતુ આ ફિલ્મો સિવાય એજયની ‘રેડ ૨’ ૧ મેએ રિલીઝ થશે અને ‘સન ઓફ સરદાર ૨’ જુલાઇના અંતમાં રિલીઝ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *