AIDEA : નવા વર્ષમાં AI ની દુનિયામાં શું થશે ખાસ ?

Share:

એક સંશોધન અહેવાલ કહે છે કે 69 ટકા ભારતીયો ઓફિસનો તણાવ લઈને ઘરે પાછા ફરે છે, જે તેમનાં પારિવારિક જીવનને બગાડે છે. જો એઆઇ આ તણાવને દૂર કરે તો શું ? એઆઈએ તમારાં ગુસ્સા, ખુશી અને ઉદાસીને સમજે, પછી તે મુજબ ઘરનું વાતાવરણ બદલશે…

દેખીતી રીતે પછી ગુસ્સો કે તણાવ નહીં રહે.ઈમોશનલ એઆઇ 2025માં આવું જ કંઈક કરવા જઈ રહ્યું છે. તમારો મોબાઈલ સ્મોલ લેંગ્વેજ મોડલ સાથેનું સુપર કોમ્પ્યુટર હશે. બાયોનિક એઆઈ વિકલાંગોને કોઈપણ અંગની ખોટ અનુભવવા દેશે નહીં. 2025 માં એઆઇ આ રીતે આપણાં જીવનમાં પરિવર્તન લાવશે . 

◙ મશીન લાગણીઓને સમજશે:-
ઈમોશનલ એઆઈ માનવ લાગણીઓને સમજવામાં સક્ષમ હોઈ શકે છે. એલેક્સા અને સિરી જેવાં વોઈસ આસિસ્ટન્ટ માત્ર ઓર્ડર જ નહીં અનુસરશે પણ તમારાં સુખ, દુ:ખ, ગુસ્સાને પણ સમજશે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે સ્માર્ટ હોમ સિસ્ટમ સંગીત અથવા વાતચીતથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવશે. જો તમે કોઈ કામને લઈને તણાવમાં છો, તો તે તમને તેનાં ઉકેલ માટે આઇડિયા આપશે.

◙ વીજળીની ખપત ઓછી રહેશે :-
હાલમાં, મોટાભાગનાં એઆઇ મોડલ લેગ લેંગ્વેજ મોડલ પર ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આને વધુ હાર્ડવેર અને વીજળીની જરૂર પડે છે. સ્મોલ લેંગ્વેજ મોડલ 2025 સુધીમાં આવી શકે છે. આ ખૂબ જ મર્યાદિત હાર્ડવેર અને ઓછા પાવર પર પણ મોટા મોડલ કરતાં વધુ સારી રીતે કામગીરી કરી શકે છે. આ સ્માર્ટફોન અને સ્માર્ટ હોમ ઉપકરણોમાં પણ વધુ સારી રીતે કામ કરી શકશે. 

◙ તમે જે વિચારો તેનાં કરતાં વધુ સારું કાર્ય :-
હાલમાં, જ્યારે એઆઇ ઇમેજ બનાવે છે, ત્યારે તેમાં ઘણી ખામીઓ છે. જ્યારે કોઈ રોગ અથવા તબીબી રિપોર્ટ વિશે પૂછવામાં આવે છે, ત્યારે જવાબો ખોટાં થઈ જાય છે. આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે સુપર ઇન્ટેલિજન્સ એઆઇ 2025 સુધીમાં આવી શકે છે. સુપર ઇન્ટેલિજન્સ દરેક દર્દી માટે દવાઓ જાતે જ ડિઝાઇન કરી શકશે અને નિર્ણયો પણ લેશે અને અન્ય ઘણાં કાર્યો પણ સંપૂર્ણ રીતે કરશે.

◙ ઇન્ટરનેટ વિના ટિકિટ બુકિંગ :-
હાલમાં ટ્રેનમાં તત્કાલ ટિકિટ મેળવવી એ વિશ્વ જીતવા જેવું છે. જ્યાં સુધી તમે ફોર્મ ભરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરો ત્યાં સુધીમાં ટિકિટ પોતે જ પૂરી થઈ ગઈ છે. આવતાં વર્ષ સુધીમાં એવાં એઆઇ ચેટબોટ્સ આવી શકે છે જે ઈન્ટરનેટ ન હોય તો પણ આ કામ સારી રીતે કરી શકશે. માત્ર ટિકિટ બુકિંગ જ નહીં, તે ટ્રાફિક મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય, તમારી ઓફિસને લગતું રૂટિન વર્ક વગેરે બધું જ કરી શકશે.

◙ માણસોની જેમ વિચારવું :- 
અત્યારે રોબોટિક્સમાં સૌથી મોટો પડકાર જાતે નિર્ણય લેવાનો છે. ન્યુરો-સિમ્બોલિક એઆઇ 2025 માં આ સમસ્યાને હલ કરી શકે છે. આનાથી રોબોટ વસ્તુઓને ઓળખી શકશે અને તર્કનાં આધારે નિર્ણય લઈ શકશે. ’આ સિસ્ટમ શું છે’ જવાબ આપવા ઉપરાંત, તે ’શા માટે’ અને ’કેવી રીતે’ છે વગેરેને પણ સમજાવશે. તેનો ઉપયોગ ડ્રાઇવર વિનાની કાર, સર્જરીમાં હેલ્થ રોબોટ અને અન્ય જટિલ જગ્યાઓમાં કરવામાં આવશે.

◙ એઆઈ દ્વારા અપંગતાનો ઉપચાર કરવામાં આવશે 
હાલમાં જો કોઈ વ્યક્તિનો હાથ અકસ્માતમાં કપાઈ જાય તો તેને કૃત્રિમ હાથ લગાવવામાં આવે છે, પરંતુ તેનાથી વ્યક્તિ પહેલાની જેમ કામ કરી શકતો નથી. આ સમસ્યાને ઉકેલવા માટે બાયોનિક એઆઇ આવી શકે છે. બાયોનિક એઆઇ કૃત્રિમ અંગોને એવી રીતે નિયંત્રિત કરશે કે તેઓ માનવ મગજનાં સંકેતોને સમજે અને તે મુજબ કામ કરે. એવું ક્યારેય લાગશે નહીં કે કૃત્રિમ અંગ રોપવામાં આવ્યું છે.

◙ 2024 માં એઆઈ માં મોટા ડેવલપમેન્ટ :-
એઆઈ ડેવલપમેન્ટ માટે 2024 ખૂબ જ ખાસ હતું. ગુગલ ઓપન એઆઈ, એક્સ મેટા, નવિડીઆ બધાએ તેમનાં મલ્ટિમોડલ્સ લોન્ચ કર્યા હતાં. આ વર્ષે 40, જેમિનાઈ 2.0, ગ્રોક 2.0, ચેટ જીપીટી સર્ચ ગુગલ એઆઇએ ઘણી હેડલાઇન્સ બનાવી. 

1. ઓપન એઆઇએ તેનું જીપીટી 40 લોન્ચ કર્યું, જે જીપીટી-4 નું અદ્યતન સંસ્કરણ છે. તે ટેક્સ્ટ, વોઇસ અને ઇમેજ ફોર્મેટમાં કામ કરી શકે છે, કંપનીએ ચેટ જીપીટી સેવા પણ ફ્રી કરી. 

2. ગૂગલે એઆઇ ક્ષેત્રમાં ઘણાં મહત્વપૂર્ણ અપડેટ્સ બહાર પાડ્યાં છે. જેમિનાઈ 2.0 ટીરુલીયમ એઆઇ એક્સિલરેટર ચિપ, પ્રોજેક્ટ મરીનર, પ્રોજેક્ટ એસ્ટ્રા, વીયો 2 અને ઈમેજન 3 ના લોન્ચે બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.

3. આ વર્ષે, આલ્ફાફોલ્ડ એઆઈએ રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો. આ એઆઇ સિસ્ટમ પ્રોટીન સ્ટ્રક્ચરને સમજી શકે છે. તેની મદદથી, દવાઓનાં વિકાસને વેગ મળ્યો. આ સિસ્ટમથી કોરોનાની રસી પણ બનાવવામાં આવી હતી.

4. એપલે તેનું એઆઇ મોડલ એપલ ઈન્ટેલિજન્સ લોન્ચ કર્યું છે. તેની ખાસ વાત એ છે કે તે યુઝર્સના ડેટાને બીજે ક્યાંય શેર કર્યા વગર કામ કરે છે. આ એઆઇ આઇફોન, આઇપેડ અને મેકમાં કામ કરે છે.

5. ફેસબુક ઈસ્ટાગ્રામ,વોટસએપની કંપની મેટાએ મેટા એઆઇ લોન્ચ કર્યું છે, જે જટિલ તર્ક કરી શકે છે, સૂચનાઓનું પાલન કરી શકે છે, વિચારોની કલ્પના કરી શકે છે અને નાની સમસ્યાઓનું સમાધાન પણ કરી શકે છે. તે મેટા ઉત્પાદનો પર ફ્રી છે.

6. એલોન મસ્કની કંપની એક્સએ વર્ષનાં અંતમાં બધાં વપરાશકર્તાઓ માટે ‘ગ્રોક’ એઆઇને મફત બનાવ્યું છે. આ ચેટબોટ ઝડપી છે, અને બહુવિધ ભાષાઓમાં પ્રતિસાદ આપવા અને ઇમેજ જનરેટ કરવામાં સક્ષમ છે. પહેલાં તે માત્ર પ્રીમિયમ યુઝર્સ માટે જ હતું.

7. નવીડાએ ’લીમા 3.1 નામનું એક વિશાળ ભાષા મોડેલ વિકસાવ્યું છે, જે વપરાશકર્તાની ક્વેરી તેમજ તેનાથી સંબંધિત આગળનાં તમામ પ્રશ્ર્નોનાં જવાબ આપવા સક્ષમ છે જો કે તે હજુ પ્રાયોગિક તબક્કામાં છે.

8. જીયો બ્રેન ટેલિકોમ કંપની જીયોએ જીયો બ્રેન નામનું એઆઇ લોન્ચ કર્યું છે. તેને ડેટા પ્રોસેસિંગ, વોઇસ આસિસ્ટન્ટ અને પર્સનલાઇઝેશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *