Rajkot:જેકેસી એન્ટરપ્રાઇઝ પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી અમદાવાદીએ ૨૦.૧૭લાખનો ચૂનો ચોપડયો

Share:
 ભાગીદારી પેઢી ચલાવતાં વેપારીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે  શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો : જુનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી ભાગી ગયો
Rajkot,તા.04
પડધરી તાલુકાના રંગપર ગામે રહેતાં અને રાજકોટમાં ભાગીદારીમાં સોપારી અને ઘરઘંટીનો વેપાર કરતાં યુવાન સાથે અમદાવાદનો શખ્સએ જથ્થાબંધ સોપારી અને ઘરઘંટીનો માલ રૂા. ૨૩,૯૮,૩૪૫નો ખરીદી ગયા બાદ કટકે કટકે ૩,૩૧,૧૫૦ ચુકવી બાકીના ૨૦,૬૭,૧૯૫ ન ચુકવી ફોન બંધ કરી ગાંધીગ્રામ પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ પડધરીના રંગપર ગામે રહેતાં અને જેકેસી એન્ટરપ્રાઇઝના નામે ભાગીદારમા કરતાં પિયુષભાઇ જેન્તીભાઈ મુંગલપરા નામના વેપારીની ફરિયાદ પરથી અમદાવાદ અર્પણ સ્કૂલ રોડ ગેલેક્સી ઓપેલ સામે માધવ હોમ્સ બ્લોક પી-૪૦૨ ખાતે રહેતાં જૈમીન દિનેશભાઇ પરમાર વિરૂધ્ધ ૨૦,૬૭ લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ 150 ફૂટ રીંગ રોડ સિનર્જી હોસ્પિટલ રોડ પર આસ્થા એન્કલેવ શોપ નં. ૩માં ઓફિસ ધરાવતા પિયુષભાઇ મુંગલપરા તેની સાથે ભાગીદારી પેઢીમાં રજનીકાંત દામજીભાઈ ઉધાડ અને પ્રવિણભાઇ છગનભાઇ માલાણી છે. આ પેઢી હોલસેલ ભાવે સોપારી અને ઘરઘંટીનો વેપાર કરે છે. પિયુષભાઇએ જણાવ્યું છે કે ગત ૧૪/૩/૨૩ના રોજ અમારી ઓફિસે જેમીન પરમાર આવ્યો હતો. તેણે કહેલુ કે તે હોલસેલ ભાવે માલની ખરીદી કરે છે અને કમિશન-માર્જીન રાખી વેંચાણ કરે છે, પેઢી જુનાગઢ ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષમાં ગોપી એન્ટરપ્રાઇઝ નામે અને સુરતમાં કતાર ગામે છે.જેમીને જે તે વખતે સોપારીના મોટા જથ્થામાં જરૂર હોઇ સેમ્પલ જુનાગઢની પેઢીએ મોકલવા કહ્યું હતું. આ પછી અમે તા. ૧૬/૩/૨૩ના રોજ સોપારીના બે પાર્સલ જુનાગઢ મોકલ્યા હતાં. જેની કિમત રૂા. ૪૨૩૧૫ થતી હતી. આ પછી જૈમીને કહેલું કે તમારી સોપારીની ગુણવત્તા ખુબ જ સારી છે, આ રીતે જૈમીને અમને ભરસો આપ્યો હતો. બાદમાં તેને સોપારી મોકલવાનું ચાલુ કર્યું હતું.અમે જૈમીનની વાકચાતુર્યમાં આવી જતાં ૧૬/૩/૨૩થી ૧૮/૪/૨૩ સુધીમાં કટકે કટકે રૂા. ૨૨.૫૮.૩૪૫ની સોપારી મોકલી હતી. સોપારીની સાથે ઘરઘંટી પણ વેંચતા હોઇએ જૈમિને સોપારીની સાથે સાથે અમારી પાસેથી રૂા. ૧,૪૦,૦૦૦ની ઘરઘંટી પણ ખરીદી કરી હતી. આ રીતે તેણે અમારી પાસેથી કુલ રૂા. ૨૩,૯૮,૩૪૫નો માલ ખરીદ કર્યો હતો.પણ છેલ્લે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું અને ફોન બંધ કરી દીધા હતાં. જુનાગઢ તેણે આપેલા ઓફિસના સરનામે તપાસ કરતાં ત્યાં ઓફિસ બંધ હતી. સુરતની ઓફિસે જતાં તે પણ બંધ હતી. અમારી પાસેથી સોપારી, ઘરઘંટી ખરીદી શરૂઆતમાં અમુક રકમ ચુકવી વિશ્વાસ જીત બાદમાં ૨૦,૬૭.૧૯૫ નહિ ચુકવી ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં પિયુષભાઇએ કહેતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી, હેડકોન્સ. આર એમ. ગઢવીએ ગુનો દાખલ કરતાં પીએસઆઈ એ. એસ. મકરાણીએ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *